જિલ્લા કલેકટર દ્વારા રાજુલા શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકયો
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં ભારે વાહનો પ્રતિબંધ મુકવા જીલ્લા કલેકટર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ત્યારે રાજુલા શહેરમાં એક વાહન ચાલકે જાહેર નામનો ભંગ કર્યો હતો. જોકે રાજુલા પોલીસે નિયમોનો ભંગ કરતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ રાજુલા પોલીસ સ્ટેશન પાસે પોલીસ સ્ટાફ ટ્રાફિક ડ્રાઇવની કામગીરીમાં હતી. અને તે દરમિયાન એક ટાટા કંપનીનું આઇસર ટ્રક નં ૠઉં14-અઝ -0052 પસાર થતો હતો. અને ટ્રક રોકીને પોલીસે મુસ્તુફાભાઇ ઈબ્રાહિમભાઇ જોગિયા ઉ.વ.33 ધંધો ડ્રાઇવિંગ રહે. રાજુલા તત્વજયોતિ વિસ્તાર પુછપરછ કરી હતી. અને ટ્રક ચાલકને જાહેરનામાં અંગે માહિતી વાત કરવામાં આવી હતી. અને ટ્રક ચાલક જાહેર નામનો ભંગ કર્યાનો મુસ્તુફા જોગિયાએ સ્વિકાર્યું હતું.
- Advertisement -
રાજુલા પીઆઇ એ.ડી. ચાવડાના માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ દ્વારા જાહેર નામાનો ભંગ કરનાર ટ્રકને ડીટેઈન કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે રાજુલા શહેરમાં સતત પોલીસ દ્વારા ભારે વાહનો સામે ચેકીંગ શરૂ કરવામાં આવે અને તમામ વાહનો જે જાહેર નામાનો ભંગ કરે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં માંગ ઉઠી છે.



