વાહન અને કપડાં ઉપર મળેલા લોહીના ડાઘથી શંકા ઉપજી અને હત્યાનો ભેદ ઉકેલાયો
ત્રણ વર્ષના લગ્નગાળા દરમિયાન વારંવાર થતા ઝઘડાથી કંટાળી આપ્યો મર્ડર મિસ્ટરીને અંજામ
- Advertisement -
પત્ની પાણીપૂરી ખાવા ગયા બાદ પરત ન ફર્યાની ખોટી સ્ટોરી ઊભી કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25
રાજકોટના ભગવતીપરા કોપર ગ્રીન સિટીમાં રહેતા સ્નેહાબેન ઉર્ફે સેવુ નામની 33 વર્ષીય પરિણીતા ગત શનિવારે સાંજે પાણીપુરી ખાવા જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ રવિવારે સવારે તેની ઘર નજીકના અવાવરૂ વિસ્તારમાંથી માથું ફાડી નાંખી ઘાતકી રીતે હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. રહસ્યના આટાપાટા સર્જતી આ ઘટનાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે સ્નેહા ઉર્ફે સેવુના પતિ હિતેષ કાંતિલાલ આસોડીયા ઉ.45એ ગૃહકાલેથી કંટાળી હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો છે શનિવારે બહાર જમવા જવા બાબતે ત્રણ ચાર વખત પતિને ફોન કરતા ઝઘડો થયો હતો તેમજ તારી માં-બહેન સાથે હમ બિસ્તર થઇ જજે તેવા કટુ વચન સાંભળી પતિએ તુરંત જ પ્લાન ઘડી સાંજે ફોન કરી જમવા જવાનું કહી બહાર બોલાવી અવાવરું જગ્યાએ લઇ જઈ સળિયાના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધી હતી આરોપીના વાહન અને કપડાં ઉપરથી બ્લડ સેમ્પલ મળ્યા હોય જે શંકાના આધારે આગવીઢબે પૂછતાછ કરતા પોતે જ ઘરકંકાસથી કંટાળી પત્નીની હત્યા કર્યાની કબુલાત આપી હતી.
સમગ્ર ડિટેક્શન અંગે ક્રાઈમ બ્રાંચના ડીસીપી જગદિશ બાંગરવાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ઉપરોક્ત ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા અને એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયાની સૂચનાથી એસીપી ક્રાઇમ ભરત બસીયાએ જુદી-જુદી ટીમો બનાવી હતી ડીસીબી પીઆઈ એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર અને સી એચ જાદવની ટીમોએ વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હ્યુમન રિસોર્સની મદદથી હત્યાનો ભેદ ઉકેલી નાખી હત્યારા પતિ હિતેશને સકંજામાં લઇ લાલ આંખ કરતા પોતે ભાંગી પડ્યો હતો અને હત્યા અંગે એવી કબુલાત આપી હતી કે ત્રણેક વર્ષ પહેલાં તેના લગ્ન થયા હતા. લગ્ન જીવનની શરૂઆતથી જ પત્ની સાથે કંકાસ શરૂ થઈ ગયો હતો. પત્નીને તેના માતા-પિતા સાથે રહેવું ગમતું ન હતું તેમજ બંનેને ગાળો ભાંડતી હતી પત્ની તેની ઉપર બહુ શંકા કરતી હતી જયાં પણ બહાર જાય તે અંગે તેને જણાવવા આગ્રહ રાખતી હતી. તેની ઉપર સતત વોચ રાખતી હતી. સગા-સંબંધીઓ સામે અપમાનિત કરતી હતી. જેને કારણે તે કંટાળી અને ત્રાસી ગયો હતો. તેને છૂટાછેડા લેવા હતા. પરંતુ પત્ની આપતી નહતી. આ સ્થિતિમાં ગત શનિવારે સવારે સાંજે બહાર જમવા જવાનું નકક્કી થયું હતું. સાંજે તેને પત્ની બહાર જમવા માટે અવાર-નવાર કોલ કરી જલ્દી આવવાનું કહેતી હતી. જેને કારણે તેની સાથે ઝઘર્ડો થતાં તેને ગાળો આપી, ના કહેવાના શબ્દો કહ્યા હતા. પરિણામે તે રોષે ભરાયો હતો અને કોઈપણ ભોગે પત્નીનું કાસળ કાઢી નાખવાનું નકકી કરી લીધું હતું. જેના ભાગરૂપે તેણે પત્નીને જયાં પકોડી ખાવા જતી ત્યાં પહોંચી જવા કહ્યું હતું. સાથો-સાથ વીધિ કરવા જવાનું પણ કહી દાગીના ઘરે જ ઉતારી આવવાનું કહ્યું હતું. નક્કી કરેલી જગ્યાએ પત્ની પહોંચતા તે કારખાનેથી પોતાના એકસેસ ઉપર લોખંડનો સળિયો લઈ ત્યાં પહોંચ્યો હતો અને પત્નીને પોતાના એકસેસ પાછળ બેસાડી ઘટનાસ્થળે લઈ ગયો હતો જયાં લઘુશંકા કર્યા બાદ મોકો જોઈ પત્નીને લોખંડના સળિયાના ઘા ઝીકી ઢીમ ઢાળી દીધું હતું હત્યા કરી ઘરે આવી તેની શોધખોળનું નાટક શરૂ કર્યું હતું જો કે હત્યા બાદ આરોપીના વાહન અને તેના કપડાં ઉપરથી લોહીના ડાઘ મળી આવતા પોલીસને ઉલજેલીહતી અને ભાંડો ફૂટી ગયો હતો
વધુ કબૂલાત આપતા કહ્યું હતું કે હત્યાને અંજામ આપ્યા બાદ પિતાના ઘરે બે વર્ષના પુત્રને લેવા પહોંચ્યો હતો. પુત્રને લઈને ઘરે આવ્યા બાદ તેણે પત્નીની બહેન અવની, સાઢુ અને અન્ય સાસરિયાઓને પત્નીના જ મોબાઈલમાંથી કોલ કરી તે પાણીપુરી ખાવા જવાનું કહી નીકળી ગયા બાદ લાપત્તા બની ગયાની સ્ટોરી કહી હતી જેથી બધા તેના ઘરે પહોંચ્યા હતા. ત્યાર પછી બધા સાથે મળી હિતેષે પત્નીને શોધવાનું નાટક કર્યું હતું. એટલું જ નહીં પોલીસને પણ જાણ કરી હતી. આટલેથી નહીં અટકતાં તેણે પત્નીની લાશ પરથી દાગીના ગાયબ હોવાનું કહી લૂંટના ઈરાદે હત્યા થયાની સ્ટોરી પણ ઘડી હતી બનાવના દિવસે પત્નીએ પતિને અવાર-નવાર બહાર જમવા લઇ જવા બાબતે કોલ કર્યા હતા. હતા. જેમાં પતિ સાથે ઝઘડો કરી પતિને કહ્યું હતું કે હવે તું આવતો નહીં, તારી માં સાથે હમબિસ્તર થઈ જાજે જો તે પણ ઓછી પડે તો બહેન સાથે પણ હમબિસ્તર થઈ જાજે. બસ સ્નેહાના આ શબ્દોથી પતિ હિતેષ રોષે ભરાયો હતો અને હત્યાને અંજામ આપ્યો હતો જો કે તેણીને બહાર બોલાવી ત્યારે તેણીનો ફોન ડિસ્ચાર્જ થઇ ગયો હોવાથી તેણી ઘરે જ મૂકીને આવી ગઈ હતી
પતિ પાસે રહેલો સળિયો જોઈ સ્નેહાને અજુગતુ લાગ્યું હતું. જેથી આરોપી પતિ હિતેષને આ બાબતે પુછતાં કહ્યું કે આપણે વિધિ કરવા જવાનું છે. ત્યાર પછી થોડું દાટવાનું છે. જેને કારણે સળિયો લીધો છે આગળની તપાસ અર્થે આરોપીનો કબ્જો બી ડિવિઝન પોલીસને સોંપ્યો છે.
- Advertisement -
બાળકને સવારે દાદાના ઘરે મૂકી આવતા, રાત્રે લઇ આવતા
સ્નેહા પુત્રને પણ બરાબર સાચવતી ન હતી. જેને કારણે પુત્રને સવારે તેના પિતાના ઘરે મુકવા જવો પડતો હતો અને રાત્રે તે પરત ઘરે લઈને આવતો હતો પત્ની દરરોજ સવારે મોડી ઉઠતી હતી આ સ્થિતિમાં બપોરે જમવા પણ તેને પિતાના ઘરે જવું પડતું હતું.
ઉઈઇના 3 ઙઈં સહિત 41 જવાનોની 36 કલાકની જહેમત રંગ લાવી
પડકારરૂપ કેસમાં ભેદ ઉકેલવા માટે ક્રાઇમ બ્રાન્ચના 3 પીઆઇ, 5 પીએસઆઈ, 7 એએસઆઈ, 14 હેડ કોન્સ્ટેબલ અને 12 પોલીસ કોન્સ્ટેબલની એટલે કે ડીસીબીના 41 પોલીસ જવાનોની 36 કલાકની મહેનત રંગ લાવી હતી અને 36 કલાકમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખી આરોપીને ઝડપી પાડ્યો હતો.



