પ્લેટીનિયમ સિરામિક અને આર્ટ ટાઇલ્સ એકમમાં DGGIની ટીમ દ્વારા સર્વેની કામગીરી ચાલુ: દસ્તાવેજો અને ડિજિટલ સાધનોની ચકાસણી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.25
મોરબીના સિરામિક ઉદ્યોગમાં જીએસટી ચોરીની આશંકાના પગલે આજે બે મોટા સિરામિક એકમોમાં ડીજીજીઆઈ ( DGGI)ની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.
પ્લેટીનિયમ સિરામિક અને આર્ટ ટાઇલ્સ નામના બે યુનિટમાં જીએસટી વિભાગની અલગ અલગ ટીમો સર્વેની કામગીરી અને દસ્તાવેજોની ચકાસણી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, બંને એકમોમાં જીએસટી ચોરી થઈ હોવાની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં દસ્તાવેજો, ડોક્યુમેન્ટ અને ડિજિટલ સાધનોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે. સર્વેની કામગીરી ચાલુ હોવાથી જીએસટી ચોરીનો ચોક્કસ આંકડો હાલમાં સ્પષ્ટ થઈ શક્યો નથી. સર્વે પૂર્ણ થયા બાદ જ આ અંગેની સત્તાવાર માહિતી જાહેર થશે.



