આ વર્ષે આ ત્રીજી વખત છે જ્યારે ઇઝરાયેલના નેતાએ ભારતની આયોજિત મુલાકાત રદ કરી છે.
પાટનગર દિલ્હીમાં ગત તા.10ના રોજ થયેલા બોમ્બ વિસ્ફોટના પગલે ઈઝરાયલના રાષ્ટ્રપતિ બેન્જામિન નેતાન્યાહુએ તેમની ભારત મુલાકાત રદ કરી છે. નેતાન્યાહુ અગાઉ પણ ઈઝરાયલમાં ચૂંટણીના કારણે ભારતનો પ્રવાસ વિલંબમાં મુકયો હતો.
- Advertisement -
પરંતુ દિલ્હીમાં થયેલા બ્લાસ્ટે ઈઝરાયલની સુરક્ષા એજન્સીઓએ નેતાન્યાહુની સુરક્ષા અંગે પ્રશ્ર્ન ઉઠાવ્યા હતા. નેતાન્યાહુ આગામી મહિને પ્રારંભમાં ભારત આવવાના હતા અને તે હવે અનિશ્ર્ચિત સમય મુજબ મુલત્વી રહી છે. આગામી મહિને રશિયાના રાષ્ટ્રપતિ બ્લાઝીમીર પુટીન ભારત આવી રહ્યા છે.
નેતન્યાહુની મુલાકાત ઇઝરાયેલમાં વ્યાપકપણે તેમના દ્વારા વિશ્વભરમાં તેમની સ્વીકૃતિને રજૂ કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી હતી. જુલાઈમાં, નેતન્યાહુના રાજકીય પક્ષે પીએમ મોદી, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથેના તેમના ચિત્રો દર્શાવતા બેનરો મૂક્યા હતા જેથી તેમને “અલગ લીગ” માં રજૂ કરીને સમર્થન આકર્ષિત કરવામાં આવે.




