બુધવારથી રવિવાર સુધી સતત પાંચ દિવસ વિવિધ ગ્રુપ્સ દ્વારા કરાઓકેનું આયોજન; આઇકાર્ડ સાથે પ્રવેશ ફરજિયાત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સરગમ ક્લબ સંચાલિત સીનિયર સિટીઝન પાર્ક ઇવનિંગ પોસ્ટ ખાતે આગામી પાંચ દિવસ સુધી સંગીતપ્રેમી સભ્યો માટે વિવિધ ગ્રુપ્સ દ્વારા સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની શરૂઆત તા. 26/11/2025, બુધવારના રોજ સાંજે 5:30 કલાકે આદર્શ કરાઓકે ગ્રુપ દ્વારા થશે.
ત્યારબાદ, તા. 27/11/2025, ગુરુવારના રોજ ઝનકાર કરાઓકે ગ્રુપ, તા. 28/11/2025, શુક્રવારના રોજ “એ.વિ. મ્યુઝિકલ ગ્રુપ”, તા. 29/11/2025, શનિવારના રોજ “ઓમ ઇન્ટરનેશનલ કુરિયર એન્ડ કાર્ગો” અને તા. 30/11/2025, રવિવારના રોજ “તરાના મ્યુઝિકલ ગ્રુપ” દ્વારા સંગીતની સુરાવલિઓ રજૂ કરવામાં આવશે. તમામ કાર્યક્રમો સાંજે 5:30 કલાકે યોજાશે.
નોંધનીય છે કે, તમામ સભ્યોએ આ કાર્યક્રમમાં પ્રવેશ મેળવવા માટે આઇકાર્ડ સાથે લઈને આવવું ફરજિયાત છે. આઈકાર્ડ વગર પ્રવેશ મળશે નહીં.
- Advertisement -
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, ઇવનિંગ પોસ્ટનાં ઇન્ચાર્જ મનસુખભાઈ મકવાણા સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.



