સૌરાષ્ટ્રના તમામ ધારાસભ્યો-સાંસદ સહિતના નેતાઓ હાજર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
રાજકોટ કમલમમાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ હતી, જેમાં મતદાર યાદી સુધારણા, ઇકઘના થઈ રહેલા મૃત્યુ, સ્વદેશી અભિયાન સહિતના મુદ્દે ક્લાસ લેવાયા હતા તેમજ આગામી સમયમાં કોર્પોરેશનની ચૂંટણીઓ હોવાથી સંગઠનને વધુ મજબૂત બનાવવા આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
સૌરાષ્ટ્ર ઝોનની આ બેઠકમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ ભાજપના ધારાસભ્યો, સંસદ સભ્યો તેમજ સંગઠનના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહેવાના છે. જોકે, આ બેઠક બંધ બારણે યોજાઈ રહી છે.
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી દ્વારા તમામ શહેર અને જિલ્લા પ્રમુખો તેમજ ધારાસભ્યો અને સાંસદ સભ્યોના ક્લાસ લીધા હતા.



