ગ્રાહકનોને વ્યક્તિ દીઠ એક કિલોગ્રામ અનાજ ઓછું આપતા હોવાનું રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
ધ્રાંગધ્રા તાલુકાના સસ્તા અનાજની દુકાનધારક ગ્રાહકોના ભાગનું અનાજ બરોબર કાળા બજાર કરતા હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે સસ્તા અનાજની દુકાન ધારક દ્વારા ગ્રાહકોને સસ્તા અનાજમાં કટકી કરતા હોવાની રાવ ઉઠવા પામી છે જેમાં કોંઢ ગામે સસ્તા અનાજની દુકાન ધારક ગ્રાકનોને આપવામાં આવતા અનાજમાંથી વ્યક્તિ દીઠ એક કિલોગ્રામ અનાજ ઓછું આપી રહ્યા છે જ્યારે આ બાબતે જ્યારે લાભાર્થીના બહેન દ્વારા સસ્તા અનાજની દુકાન ધારકને ફરિયાદ કરતા દુકાન ધારક દ્વારા “જે થાય તે કરી લેવા” તેમજ “મામલતદારને લઈ આવો તો પણ કોઈ ફેર નથી પડતો” જેવી ગર્ભિત ધમકી આપી હતી. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાનું કોંઢ ગામ આશરે દસ હજારથી પણ વધુની વસ્તી ધરાવતું ગામ છે જેમાં સસ્તા અનાજની દુકાન ધારક એક લાભાર્થી દીઠ એક કિલોગ્રામ અનાજ કટકી કરતા મોટા પ્રમાણમાં સરકારી અનાજમાં કૌભાંડ આચરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે ત્યારે સસ્તા અનાજના દુકાનદારનું ઉદ્ધતાઈ ભર્યું વર્તન અને રેશનના અનાજમાં કટકી કરવાના કૌભાંડને લઈ લાભાર્થી દ્વારા સસ્તા અનાજની દુકાન ધારક સામે ઉચ્ચસ્તરે લેખિત રજૂઆત કરી દુકાન ધારકનું લાયસન્સ તાત્કાલિક રદ કરવા માંગ કરી છે. ઉલ્લેખનીય છે



