દેશના નવા CJI તરીકે જસ્ટિસ સૂર્યંકાતે શપથ લઈ લીધા છે. તેમને રાષ્ટ્રપતિએ શપથ અપાવ્યા હતા. તેઓ 15 મહિના સુધી આ પદે રહેશે. જ્યારે જસ્ટિસ ગવઇ હવે CJI પદેથી નિવૃત્ત થઈ ગયા છે
જસ્ટિસ સૂર્યકાંતે આજે ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સવારે રાષ્ટ્રપતિ ભવનમાં જસ્ટિસ સૂર્યકાંતને પદના શપથ લેવડાવ્યા હતા. જસ્ટિસ સૂર્યકાન્ત જસ્ટિસ બીઆર ગવઈના સ્થાને બન્યા છે, જેમણે ગઈ કાલે પદ છોડ્યું હતું.
- Advertisement -
પીએમ મોદી સહિતના દિગ્ગજો હાજર રહ્યા
ઉલ્લેખનીય છે કે આ શપથ સમારોહ ઐતિહાસિક રહ્યો હતો કેમ કે જસ્ટિસ સૂર્યકાંતના શપથ સમારોહમાં સાત દેશના જજો સામેલ થયા હતા. આ સાથે વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી સહિત દિગ્ગજ નેતાઓ અને ભારતના રાષ્ટ્રપતિ મુર્મૂ પણ હાજર રહ્યા હતા.
કોણ છે નવા CJI
- Advertisement -
નવા CJI સૂર્યકાંતનો જન્મ 10 ફેબ્રુઆરી, 1962ના રોજ હરિયાણાના હિસાર જિલ્લામાં થયો હતો. તેમનો પરિવાર મધ્યમ વર્ગનો પરિવાર હતો. ત્યાંથી જ તેમણે કાયદા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને વકીલ તરીકેની કારકિર્દીની શરુઆત કરી. ત્યાંથી જ, ન્યાયાધીશ સૂર્યકાંત દેશના સર્વોચ્ચ ન્યાયિક પદ પર પહોંચ્યા છે. તેઓ 2011માં કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી કાયદાના માસ્ટરમાં “પ્રથમ વર્ગમાં પ્રથમ” ક્રમ મેળવવાનું ગૌરવ પણ ધરાવે છે.
જસ્ટિસ સૂર્યકાંતને આ વર્ષની 30 ઑક્ટોબરે આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ આ પદ પર લગભગ 15 મહિના સુધી સેવા આપશે. તેઓ 9 ફેબ્રુઆરી, 2027ના રોજ 65 વર્ષની ઉંમરે નિવૃત્ત થશે. તેમણે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં અનેક નોંધપાત્ર ચુકાદાઓ આપ્યા હતા. જસ્ટિસ સૂર્યકાંતને 5 ઑક્ટોબર, 2018ના રોજ હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
તેમણે આપેલા મહત્ત્વપૂર્ણ ચુકાદા
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકેનો તેમનો કાર્યકાળ કલમ 370 નાબૂદ કરવા, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને નાગરિકતાના અધિકારો અંગેના તેમના નિર્ણયો માટે જાણીતો છે. જસ્ટિસ સૂર્યકાંત તે બેન્ચનો ભાગ હતા જેણે તાજેતરમાં રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલો સાથે વ્યવહાર કરવામાં રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની સત્તાઓ અંગે રાષ્ટ્રપતિની સલાહ અરજીની સુનાવણી કરી હતી. આ નિર્ણયની આતુરતાથી રાહ જોવાઈ રહી છે અને તેની તમામ રાજ્યો પર અસર પડી શકે છે. તેઓ તે બેન્ચનો ભાગ હતા જેણે વસાહતી યુગના રાજદ્રોહ કાયદા પર રોક લગાવી હતી અને નિર્દેશ આપ્યો હતો કે સરકાર તેની સમીક્ષા ન કરે ત્યાં સુધી તેના હેઠળ કોઈ નવી FIR નોંધવામાં આવશે નહીં. જસ્ટિસ સૂર્યકાંતે ચૂંટણી પંચને બિહારમાં ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બાકાત રાખવામાં આવેલા 65 લાખ મતદારોની વિગતો જાહેર કરવા પણ કહ્યું હતું.
CJI સૂર્યકાંતના શપથ ગ્રહણ સમારોહમાં આખો પરિવાર હાજર રહ્યો
જસ્ટિસ સૂર્યકાંતનો આખો પરિવાર હિસારના પેટવાડ ગામમાં રહે છે. જસ્ટિસ સૂર્યકાંતના પત્ની સવિતા સૂર્યકાંત એક નિવૃત્ત કોલેજ પ્રિન્સિપાલ છે. તેઓ ભૂતપૂર્વ અંગ્રેજી પ્રોફેસર હતા. તેમને બે પુત્રીઓ છે, મુગ્ધા અને કનુપ્રિયા, જે બંને અભ્યાસ કરી રહી છે. સૂર્યકાંત ઉપરાંત તેમના ત્રણ ભાઈઓ – ઋષિકાંત, શિવકાંત અને દેવકાંતને પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમના મોટા ભાઈ માસ્ટર ઋષિકાંત તેમના પરિવાર સાથે ગામમાં રહે છે, જ્યારે એક ભાઈ હિસાર શહેરમાં રહે છે અને ત્રીજો ભાઈ દિલ્હીમાં રહે છે.
જસ્ટિસ સૂર્યકાંતના ચુકાદાઓ
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત અનેક બંધારણીય બેન્ચ પર સેવા આપી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે બંધારણીય, માનવ અધિકારો અને વહીવટી કાયદાના મુદ્દાઓને આવરી લેતા 1,000થી વધુ ચુકાદા આપ્યા. તેમના સીમાચિહ્નરૂપ નિર્ણયોમાં કલમ 370 રદ કરવાના 2023ના નિર્ણયને સમર્થન આપવાનો સમાવેશ થાય છે.
તેઓ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટની પૂર્ણ બેન્ચનો ભાગ હતા, જેણે 2017માં ડેરા સચ્ચા સૌદા જેલમાં બળાત્કારના કેસમાં થયેલી હિંસા બાદ સંપૂર્ણ સફાઈનો આદેશ આપ્યો હતો.
જસ્ટિસ સૂર્યકાંત એ બેન્ચનો ભાગ હતા જેણે વસાહતી યુગના રાજદ્રોહ કાયદાને સ્થગિત કર્યો હતો અને નિર્દેશ આપ્યો હતો કે સરકાર તેની સમીક્ષા ન કરે ત્યાં સુધી તેના હેઠળ કોઈ નવી ઋઈંછ નોંધવામાં ન આવે.
સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન સહિત તમામ બાર એસો.નોમાં એક તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાનો નિર્દેશ આપવાનો શ્રેય પણ ન્યાયાધીશ સૂર્યકાંતને જાય છે.
જસ્ટિસ સૂર્યકાંત એ સાત જજોની બેન્ચનો ભાગ હતા જેમણે 1967ના અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના નિર્ણયને રદ કર્યો હતો, જેનાથી યુનિવર્સિટીને સંસ્થાના લઘુમતી દરજ્જા પર પુનર્વિચાર કરવાનો માર્ગ મોકળો થયો હતો.
તેઓ પેગાસસ સ્પાયવેર કેસની સુનાવણી કરતી બેન્ચનો ભાગ હતા, જેણે ગેરકાયદેસર દેખરેખના આરોપોની તપાસ માટે સાયબર નિષ્ણાતોની એક પેનલની રચના કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાના આડમાં કોઈને પણ મુક્ત હાથ ન હોઈ શકે.




