મનસુખ પટેલને સ્વિમીંગ પુલના કોહીનુર તરીકે લોકો સંબોધન કરે છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ગૌરવ સમાન પ્રેરણારૂપ વડીલ મનસુખભાઈ પટેલનું સરદાર વલ્લભભાઈ પટેલ (સીંદુરીયા ખાણ) સ્વિમીંગ પુલ ઉપર રાજ્ય કક્ષાની સ્વિમીંગ કોમ્પિટીશન દરમિયાન ઉપસ્થિત કમલેશભાઈ નાણાવટી (ઈન્ટરનેશનલ રેફરી) સ્વિમીંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ સેક્રેટરી તથા બંકીમભાઈ જોષી, પ્રકાશભાઈ, દિનેશભાઈ હપાણી- રાજકોટ ડીસ્ટ્રીક્ટ સ્વિમીંગ એસોસિએશનના ટ્રેઝરર દ્વારા શાલ, મોમેન્ટો તથા સર્ટીફીકેટ એનાયત કરી સન્માનિત કર્યા હતા.
- Advertisement -
રેસકોર્સ સ્નાનાગાર સભ્ય પરિવારના નવયુવાન વડીલ મનસુખભાઈ કે. પટેલની 95મી બર્થડેની સ્વિમીંગ સભ્ય પરિવાર દ્વારા ભવ્ય ઉજવણી સભ્ય પરિવારે એક લાંબો જાડો દળદાર 95 ઈંચ લાંબો હાર પહેરાવીને શાલ ઓઢાડીને સન્માન કરેલ તથા ‘શતક’ વર્ષ પૂરા કરીને 101મી બર્થ ડે ઉજવે અને અમો એમાં ઉપસ્થિત રહીએ તેવી શ્રીજીબાવાને પ્રાર્થના. અમો અને રાજકોટ શહેર ગૌરવ અનુભવે છે કે આજના યુગમાં પણ 94 વર્ષની ઉંમરે મનસુખભાઈ પટેલ નિયમિત રીતે સ્વિમીંગ કરીને યુવાન જેવી તાજગી જાળવી રાખે છે. તેઓ રાજકોટ સ્વિમીંગ પુલ અત્યાર સુધીના સૌથી મોટી ઉંમરના નવયુવાન તરવૈયા તરીકે ઓળખ આપી છે. સ્વિમીંગ પુલના સભ્યો તેમને પ્રેમથી ‘સ્વિમીંગ પુલના કોહીનુર’ કહીને સંબોધે છે. તેમનો ઉમંગ, તંદુરસ્તી અને જિજ્ઞાસા સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે. મનસુખભાઈ પટેલ છેલ્લા 25 વર્ષથી નિયમિત સ્વિમીંગ કરે છે.
મનસુખભાઈ પટેલ માત્ર સ્વિમીંગમાં જ નહીં પરંતુ કાયદા કાનુનના પ્રખર નિષ્ણાત તરીકે પણ આજસુધી પોતાની ઓળખ જાળવી રાખી છે, પોતાના જીવનકાળ દરમિયાન અનેક સિદ્ધિઓ મેળવવામાં તેઓ સફળ રહ્યા છે. છેલ્લાં 20 વર્ષથી જી.એસ.ટી. અને બજેટ અંગે કેન્દ્રીય નાણાપ્રધાનને અસરકારક રજૂઆત કરીને આમજનતાને કેમ ફાયદો થાય તેવી સફળ રજૂઆત કરીને જેમાં તેની માગણીને સ્વીકારાય એ એમની અસરકારક રજૂઆત ફલશ્રુતિ છે. તેઓ લાંબા સમય સુધી રાજકોટ મશીનરી ડીલર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે જવાબદારી અદા કરી તેમજ મોઢ વણિક ક્ધયા છાત્રાલયમાં સક્રિય ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. તાજેતરમાં રાજકોટ મશીનરી ડીલર્સ એસોસિએશનના પ્રોગ્રામમાં વડીલવંદનાના ભાગરૂપે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદહસ્તે ‘શ્રેષ્ઠ વય દંપતિ’નું બિરૂદ સાથે શાલ, ઉપરણો, પુષ્પમાલા અર્પીને સન્માનસહ અભિવાદન કરવામાં આવેલ. તેઓ આજે મોઢ વણિક સમાજ અને રાજકોટનું ગૌરવ છે.



