ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નિગાળા ગામે બે નવા રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નિગાળા ગામે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે બે નવા એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત કરાયું. જેમાં નિગાળા થી દેવકા અને નેશનલ હાઇવે થી જોલાપુર સુધી એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બન્ને નવા રસ્તાઓ બનતા હવે ગ્રામજનો તથા અવરજવર કરી રહેલા રાહદારીઓને ફાયદો થશે. આ બાબતે નિગાળા ગામના સરપંચ હરસુરભાઈ લાખણોત્રાએ જણાવેલ કે, અમારા નિગાળા ગામમાં ધારાસભ્યના હસ્તે બે નવા એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું.
- Advertisement -
અને નવા રોડ રસ્તાઓ બનતા ગ્રામજનોમાં પણ ખુશી જોવા મળી હતી. નિગાળા ગામમાં વધુમાં વધુ વિકસિત બને તેવા સરપંચ હરસુરભાઈ લાખણોત્રા દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યાં છે. આ પ્રસંગે દુલાભાઇ લાખણોત્રા, જીકારભાઇ લાખણોત્રા, કાળુભાઇ લાખણોત્રા, કરશનજીદાદા તેમજ ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં..



