14.81 લાખ મતદારો પૈકી 4.07 લાખનું વેરીફીકેશન પૂર્ણ; ઓછી જાગૃતિ અને જૂની યાદીને કારણે ગતિ ધીમી, હજુ 37 દિવસ લાગી શકે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
- Advertisement -
કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશ બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં સ્પેશ્યલ ઇનિશિએટીવ રિવિઝન (જઈંછ)ની કામગીરી ચાલી રહી છે, પરંતુ 14 દિવસના સમયગાળામાં હજુ સુધી માત્ર 27.48 ટકા કામગીરી જ પૂર્ણ થઈ શકી છે. જિલ્લાના કુલ 14.81 લાખ મતદારો પૈકી તા. 20 નવેમ્બર સુધીમાં માત્ર 4.07 લાખ મતદારોનું વેરીફીકેશન થયું છે. હાલની ગતિએ કામ ચાલશે તો નિર્ધારિત સમય કરતાં વધુ 37 દિવસ લાગી શકે છે. જિલ્લામાં 1518 બીએલઓ (બુથ લેવલ ઓફિસર)ની નિમણૂક છતાં, મુખ્યત્વે મતદારોની ઓછી જાગૃતતા અને વર્ષ 2002ની યાદીમાં સરનામા અધૂરા હોવાના કારણે શહેરી વિસ્તારોમાં મતદારોને શોધવા મુશ્કેલ બની રહ્યા છે, જેના કારણે કામગીરી ધીમી પડી છે. બીએલઓના પ્રતિનિધિઓએ રાત્રે 12 વાગ્યે પણ કચેરીમાંથી ’રોજના 100 ફોર્મ’ પૂર્ણ કરવાના દબાણની વાત કરી હતી. કામગીરીને ઝડપી બનાવવા માટે બીએલઓને સહાયક અને ડેટા એન્ટ્રી માટે સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાએ તો 100% કામગીરી કરનાર બીએલઓને પોતાના પગારમાંથી રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત પણ કરી છે. જોકે, જઈંછની અને પાક સર્વેની બેવડી કામગીરીના કારણે સરકારી શાળાઓમાં શિક્ષકોની ગેરહાજરી વધી છે, જેના કારણે ઓછો સ્ટાફ ધરાવતી સ્કૂલોમાં રજા જાહેર કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. તંત્ર દ્વારા બેનર અને હોર્ડિંગ્સ દ્વારા મતદારોને બીએલઓને સહકાર આપવા અપીલ કરવામાં આવે તેવી માંગણી બીએલઓ પ્રતિનિધિઓએ કરી છે.
તાલુકાવાર કામગીરીની સ્થિતિ (20 નવેમ્બર સુધી)
તાલુકો વેરીફાય થયેલા મતદારો (ટકાવારી)
લીંબડી 33.48%
ચોટીલા 32.52%
દસાડા 30.25%
વઢવાણ 22.79%
ધ્રાંગધ્રા 19.8% (સૌથી ઓછી)
સુરેન્દ્રનગરમાં ’બાળકો શોધે સરને, સર શોધે મતદારોને’
- Advertisement -
ઇકઘની કામગીરીમાં 90%થી વધુ શિક્ષકો જોડાતા શિક્ષણકાર્ય ખોરવાયું
સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (જઈંછ) હેઠળ કામગીરીને વેગ આપવાના કારણે શૈક્ષણિક કાર્ય પર ગંભીર અસર પડી રહી છે. દિવાળી વેકેશન દરમિયાન પણ 300 જેટલા શિક્ષકોને ઇકઘની કામગીરીમાં જોતરવામાં આવ્યા હતા અને હવે વેકેશન ખુલ્યા બાદ તા. 19 નવેમ્બરે વધુ 300 શિક્ષકોને સહાયક ઇકઘ તરીકેના આદેશો આપવામાં આવ્યા છે.
જિલ્લામાં હાલ 1500થી પણ વધારે શિક્ષકો ઇકઘની કામગીરીમાં જોડાયેલા છે, જે કુલ શિક્ષકોના 90%થી વધુ છે. શિક્ષકોની ગેરહાજરીના કારણે બાળકોનું ભણતર સંપૂર્ણપણે અટકી ગયું છે. વાલીઓ (અશોકભાઈ, મહેન્દ્રસિંહ, મીનાબેન) એ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “અહીં તો સુરેન્દ્રનગરમાં ’બાળકો શોધે સરને અને સર શોધે મતદારોને’ જેવો ઘાટ સર્જાયો છે.” તેઓના મતે હજુ બે મહિના આ જ સ્થિતિ ચાલશે, અને 145 દિવસમાંથી 90% શિક્ષકો 90 દિવસ સુધી શાળામાં હાજર રહ્યા નથી.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પણ આવેદનપત્ર પાઠવીને માત્ર શિક્ષકોને જ આ કામગીરી સોંપવા સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. મહાસંઘે તાત્કાલિક ધોરણે આગામી સમયમાં અન્ય 12 કેડરના કર્મચારીઓમાંથી પણ ઇકઘની કામગીરીની વહેંચણી કરવા માંગ કરી છે, જેથી શિક્ષણકાર્યને થતી ગંભીર અસર અટકાવી શકાય.



