ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.20
ધ્રાંગધ્રા નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા શહેરની જુદી જુદી સ્કૂલના વિધાર્થીઓને આગન બનાવમાં સલામતી રાખવા માટેની ટ્રેનિક આપવામાં આવી હતી. ધ્રાંગધ્રા નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ દ્વારા ધ્રાંગધ્રા શહેરની જુદી જુદી સ્કૂલોમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને ફાયર ટ્રેનિંગ આપવાના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાઇસ્કુલના વિધાર્થીઓ તથા ખાસ કરીને વિદ્યાર્થીનીઓને આગ લાગવાના સમયે સલામતી રૂપે પગલા ભરવા માટેની ટ્રેનિંગ આપવામાં આવી હતી ફાયર ટીમ દ્વારા જુદી જુદી સ્કૂલના આશરે 1400 થી વધુ વિદ્યાર્થીઓને આ પ્રકારની ટ્રેનીંગ આપવામાં આવી હતી જેમાં ધાંગધ્રા નગરપાલિકાના ફાયર ઓફિસર ચંદુભાઈ પરમાર, ડ્રાઇવર દર્શનભાઈ પરમાર ફાયરમેન જયદીપસિંહ ઝાલા સહિતનાઓ હાજર રહી વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપી હતી
ધ્રાંગધ્રા ફાયર ટીમ દ્વારા સ્કૂલના વિધાર્થીઓને ફાયર ટ્રેનિંગ અપાઈ



