બિહારમાં વિધાનસભા ચૂંટણી બાદ આજે NDA સરકારની રચના થઈ છે. પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં આયોજિત સમારોહમાં જનતા દળ યુનાઈટેડના સર્વોચ્ચ નેતા નીતિશ કુમારે રેકોર્ડબ્રેક 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. બિહારના રાજ્યપાલ મોહમ્મદ આરિફ ખાને તેમને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા.
ત્રણ મહિલા, એક મુસ્લિમ સહિત 26 મંત્રીઓ
- Advertisement -
નીતિશ કુમારની સાથે તેમની કેબિનેટમાં કુલ 26 મંત્રીઓ રહેશે. જેમાં ભારતીય જનતા પાર્ટીના 14, જનતા દળ યુનાઈટેડના 8 નેતાઓએ મંત્રી પદના શપથ લીધા. 26માંથી ત્રણ મહિલા મંત્રી છે જ્યારે એક મુસ્લિમને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી તરફથી સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર નાયબ મુખ્યમંત્રી બન્યા.
શપથવિધિ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ જે પી નડ્ડા તથા NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રી તથા કેટલાક કેન્દ્રીય મંત્રી હાજર રહ્યા હતા.
નીતિશ કુમારે રેકોર્ડ બનાવ્યો
- Advertisement -
નીતિશ કુમારે 10મી વખત મુખ્યમંત્રી પદના શપથ લઈને ઈતિહાસ રચ્યો. તેઓ નવેમ્બર 2005માં પહેલી વખત મુખ્યમંત્રી બન્યા હતા. તે બાદ તેમણે 2010, 2015માં બે વખત, 2017, 2020, 2022માં બે વખત અને 2024માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
ગાંધી મેદાનમાં નીતિશ કુમારની શપથવિધિ સમારોહના દૃશ્યો:
ભાજપના બે નાયબ મુખ્યમંત્રીએ લીધા શપથ
ભાજપના ધારાસભ્ય દળના નેતા સમ્રાટ ચૌધરીએ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા. તેમના બાદ વિજય સિન્હાએ પણ બીજા નાયબ મુખ્યમંત્રી તરીકે પદના શપથ લીધા હતા.
બિહારમાં નીતીશ કુમારના નેતૃત્વમાં બની રહેલી નવી NDA સરકારમાં સામેલ થનારા મંત્રીઓના નામ નક્કી થઈ ગયા છે. મુખ્યમંત્રી નીતીશ કુમારની સાથે કુલ 25 સંભવિત મંત્રીઓ આજે શપથ ગ્રહણ કરશે. મંત્રીમંડળમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને સૌથી વધુ હિસ્સો મળ્યો છે, જેમાં બે નાયબ મુખ્યમંત્રી સહિત કુલ 14 મંત્રીઓનો સમાવેશ થાય છે.
પ્રેમ કુમાર વિધાનસભાના અધ્યક્ષ બનશે
નીતિશ કુમાર આજે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. NDAના સહયોગીઓ વચ્ચે બેઠકો અને વિભાગો વહેંચવામાં આવ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને ગયાના ધારાસભ્ય પ્રેમ કુમાર વિધાનસભાના અધ્યક્ષ બનશે.
માંઝીની પાર્ટીમાંથી સંતોષ સુમન, આરએલએમમાંથી સ્નેહલતા મંત્રી બનશે
હિન્દુસ્તાની આવામ મોરચા (સેક્યુલર)માંથી કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીના પુત્ર સંતોષ કુમાર સુમન અને રાષ્ટ્રીય લોક મોરચા (આરએલએમ) ક્વોટામાંથી પાર્ટીના વડા ઉપેન્દ્ર કુશવાહાના પત્ની સ્નેહલતા કુશવાહ મંત્રી તરીકે શપથ લેશે.
એલજેપીમાંથી રાજુ તિવારી મંત્રી બનશે
નીતિશ કુમારના મંત્રીમંડળમાં ચિરાગ પાસવાનની આગેવાની હેઠળની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)નો પણ સમાવેશ થશે. પ્રદેશ પ્રમુખ રાજુ તિવારી પાર્ટીના ક્વોટામાંથી મંત્રી તરીકે શપથ લેશે.
જેડીયુના સંભવિત મંત્રીઓની યાદી
બિહારની નવી નીતિશ કુમાર સરકારમાં JDU ક્વોટામાંથી અશોક ચૌધરી સહિત કુલ આઠ મંત્રીઓની નિમણૂક કરવામાં આવશે. નીતિશ કુમાર સરકારમાં JDU મંત્રીઓની સંભવિત યાદીમાં શ્રવણ કુમાર, વિજેન્દ્ર યાદવ, જમા ખાન અને મદન સાહની તેમજ લેશી સિંહના રૂપમાં એક મહિલા ઉમેદવારનો સમાવેશ થાય છે.
ભાજપના ક્વૉટામાંથી કોણ મંત્રી?
બિહારની નવી સરકારમાં ભાજપના ક્વોટામાંથી નવ નવા ચહેરા મંત્રી તરીકે શપથ લેવાના છે. તેમાં પાર્ટીના પ્રદેશ પ્રમુખ દિલીપ જયસ્વાલનો પણ સમાવેશ થાય છે. બિહારમાં ભાજપને પહેલીવાર સૌથી મોટી પાર્ટી બનાવવા બદલ દિલીપ જયસ્વાલને પુરસ્કાર મળી શકે છે. નીતિશ કુમાર સરકારમાં ભાજપના ક્વોટામાંથી સંભવિત મંત્રીઓની યાદીમાં દિલીપ જયસ્વાલનું નામ પણ છે. બિહારની નવી નીતિશ કુમાર સરકારમાં 14 મંત્રીઓ ભાજપના ક્વોટામાંથી શપથ લેશે. તેમાં ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા, મંગલ પાંડે અને નીતિન નવીન જ એવા છે જેમણે પાછલી સરકારમાં મંત્રી તરીકે સેવા આપી હતી. તેમના સિવાયના બધા નવા ચહેરાઓ છે. રામકૃપાલ યાદવ અને સંજય ટાઇગર પણ ભાજપના ક્વોટામાંથી મંત્રી બનશે. નવી સરકારમાં ભાજપ તરફથી મહિલા મંત્રીઓ પણ હશે જેમાં શ્રેયસી સિંહ અને રમા નિષાદ શપથ લેશે. આઠ મંત્રીઓ જેડીયુ ક્વોટામાંથી હશે, અને એક-એક એલજેપી, હિન્દુસ્તાની આવામ મોરચા અને રાષ્ટ્રીય લોક મોરચામાંથી હશે.
શપથ ગ્રહણ સમારોહ અને મહેમાનોની યાદી
શપથ ગ્રહણ સમારોહ સવારે 10 વાગીને 20 મિનિટે ગાંધી મેદાનમાં યોજાશે. વડાપ્રધાન મોદી ઉપરાંત, આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીટીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, તેમજ ભાજપ અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજરી આપશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુ અને તેમના પુત્ર તથા આઈટી મંત્રી નારા લોકેશ, તેમજ ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ પણ આ સમારોહમાં હાજરી આપવાની પુષ્ટિ કરી છે.
પડદા પાછળ મંત્રીમંડળ માટે ખેંચતાણ
નવી સરકારના શપથ ગ્રહણના દિવસે પણ, રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)ના સહયોગી પક્ષો વચ્ચે મંત્રીમંડળમાં પદની વહેંચણીને લઈને મંત્રણાઓ અને ખેંચતાણનો દોર ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જોકે, વિધાનસભા અધ્યક્ષના પદને લઈને સહમતિ બની ગઈ છે. ભાજપના પ્રેમ કુમારને વિધાનસભાના નવા અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે, જ્યારે ઉપાધ્યક્ષનું પદ જેડીયુના ફાળે જશે. મંત્રીમંડળની અંતિમ રૂપરેખા શપથ ગ્રહણ બાદ સ્પષ્ટ થશે.




