રાજકોટ મહાનગરપાલિકાના 52મા જન્મદિવસની શાનદાર ઉજવણી
મહાનગરપાલિકાની સ્થાપનાની 52મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે સુપ્રસિદ્ધ સિંગર સચેત-પરંપરાનું લાઈવ ક્ધસર્ટ બોલીવૂડ મ્યુઝિકલ નાઈટ યોજાશે: જે અંગે પત્રકાર પરિષદ યોજાઈ હતી
- Advertisement -
રંગોળી સ્પર્ધામાં વિજેતા થનારાઓને ઇનામનું વિતરણ પણ કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજે રાજકોટ મહાનગરપાલિકાનો 52મો સ્થાપના દિવસ છે જેની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આજે રાત્રે 8:00 કલાકે ભવ્ય ’બોલિવૂડ મ્યુઝિકલ નાઈટ’નું આયોજન કરવામાં આવ્યું છે.
કવિ રમેશ પારેખ રંગ દર્શન, રેસકોર્ષ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ બોલિવૂડ સિંગર સચેત ટંડન અને પરંપરા ટંડન પોતાના મધુર કંઠે શહેરીજનોને મંત્રમુગ્ધ કરશે. સુપ્રસિદ્ધ બોલિવુડ સિંગર સચેત અને પરંપરા તેમના ભવ્ય પર્ફોર્મન્સમાં અનેક લોકપ્રિય ગીતો રજૂ કરશે. તેમના મધુર કંઠે ગવાયેલા ગીતોમાં “જા રાંઝણ રાંઝણ” (દો પતિ), “હમસફર” (સૈયારા), “બેખયાલી” (કબીર સિંહ), “મેરે સોણીયા” (કબીર સિંહ), “શિવ તાંડવ” (આલ્બમ), “રામ સિયા રામ” (આદિપુરુષ), “ઓ માઇયા મેનુ યાદ આવે” (જી), “મલંગ સજના” (આલ્બમ) વગેરે જેવા અનેક સુપ્રસિદ્ધ ગીતોથી શહેરીજનોને ડોલાવશે.
આ સિંગરોનું પર્ફોર્મન્સ યુવાઓથી લઈને વડીલો સુધીના તમામ વર્ગના લોકોને ગમશે તેવી અપેક્ષા છે.
આ સ્થાપના દિવસની ઉજવણીમાં માત્ર મનોરંજન જ નહીં, પરંતુ વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને ‘મેયર એવોર્ડ’ આપીને સન્માનિત પણ કરવામાં આવશે. સાથે રંગોળી સ્પર્ધામાં વિજેતા થનારાઓને ઇનામનું વિતરણ પણ કરાશે. જાહેર જનતા માટે આ કાર્યક્રમમાં ફ્રી એન્ટ્રી રહેશે. સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે, વિવિધ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવોને પ્રતિષ્ઠિત ‘મેયર એવોર્ડ’ એનાયત કરી સન્માનિત
કરવામાં આવશે.
ઉપરાંત, છખઈ દ્વારા દિવાળી પર્વ દરમિયાન આયોજિત ‘સ્વચ્છ-હરિયાળું-રંગીલું રાજકોટ દિવાળી ઉત્સવ”ની રંગોળી સ્પર્ધાના વિજેતાઓને પણ આ કાર્યક્રમમાં ઇનામ વિતરણ કરવામાં આવશે.
ઇનામ વિતરણ સમારોહનો હેતુ શહેરના સર્વાંગી વિકાસમાં યોગદાન આપનાર અને શહેરને સ્વચ્છ બનાવવામાં મદદ કરનાર નાગરિકોને પ્રોત્સાહિત કરવાનો છે.



