રિક્ષામાં તોડફોડ : જૂની અદાવતમાં મારકૂટ કરી હાથ-પગ ભાંગી નાખ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળીને ખાડે ગઈ હોય તેવો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે શહેરના ભગવતીપરામાં ધોળા દિવસે જૂની અદાવતમાં છ જેટલા અજાણ્યા શખ્સોએ રિક્ષાચાલકને આંતરી ધોકા-પાઇપ-પથ્થરથી હિચકારો હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે યુવકને મારકૂટ કરી હાથ-પગ ભાંગી નાખતા હોસ્પિટલમાં ખસેડાયો હતો રિક્ષામાં તોડફોડ કરતા બી ડિવિઝન, એસઓજી સહિતનો કાફલો દોડી ગયો હતો અને હુમલાખોરોની શોધખોળ હાથ ધરી હતી. બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ ભગવતીપરામાં હુશેનીયા મસ્જિદ સામે રહેતો સમીરભાઈ અબ્દુલભાઇ સોરા ઉ.27 નામનો યુવાન બપોરે રીક્ષા લઈને આઝમ ચોક પાસેથી જતો હતો ત્યારે બાઈક અને એક્સેસમાં ધસી આવેલા છ જેટલા અજાણ્યા શખ્સોએ રીક્ષાચાલકને આંતરી ધોકા-પાઇપ વડે હુમલો કરી રિક્ષામાં પથ્થરમારો કર્યો હતો અજાણ્યા શખ્સોએ હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યા હતા તેમજ માથામાં પણ ગંભીર ઇજા પહોંચી હતી બનાવ સ્થળે હાજર મહિલાઓએ વચ્ચે પડીને યુવકને બચાવ્યો હતો અને સારવાર અર્થે તાકીદે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો અહીં તેને ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે બનાવની જાણ થતા બી ડિવિઝન તેમજ એસઓજી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
પ્રાપ્ત વિગતો મુજબ હુમલો કરવા આવેલા હુમલાખોરો પોતાના વાહનો પણ ત્યાં જ મૂકીને ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે પ્રાથમિક તપાસમાં જૂની અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે મંગળા રોડ ઉપર બે ગેંગ વચ્ચે થયેલા ધડાધડ ફાયરિંગ પ્રકરણથી પોલીસની આબરૂનું ધોવાણ થઇ ગયું હતું ત્યાર બાદ હવે ધોળા દિવસે ભગવતીપરામાં યુવક ઉપર હિચકારો હુમલો થતા પોલીસની કામગીરી સામે ફરી સવાલો ઉઠવા પામ્યા છે.



