ગુજરાત હાઇકોર્ટે જીપીએસસી બોર્ડ પાસે જવાબ માંગ્યો
અરજદારના 213 ગુણ, સામાન્ય શ્રેણીનું કટ-ઓફ 176, માતા-પિતાનું અવસાન થતાં દસ્તાવેજોમાં વિલંબનો વિકલનો દાવો
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
ગુજરાત હાઈકો ર્ટે GPSC (ગુજરાત જાહેર સેવા આયોગ) સમક્ષ એક મહત્વપૂર્ણ કાયદાકીય પ્રશ્ર્ન મૂક્યો છે. હાઈકોર્ટે પૂછ્યું છે કે, શું કોઈ ઉમેદવારને મેરીટ લિસ્ટ માટે ’આર્થિક રીતે નબળા વર્ગ’ (EWS)માંથી ’સામાન્ય શ્રેણી’ (General Category)માં જવાની મંજૂરી આપી શકાય કે નહીં? આ અરજી એક ઉમેદવારને લઈને છે, જે ગુજરાત વહીવટી સેવા માટેની ક્લાસ-1 અને ક્લાસ-2ની GPSC પરીક્ષામાં EWS ઉમેદવાર તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. ફેબ્રુઆરી, 2023માં GPSCએ તેમને અયોગ્ય જાહેર કર્યા હતા. કારણ કે, તેઓ ઊઠજ ઉમેદવાર તરીકે રાજ્ય સરકારની નોકરી માટે પરિવારની આવકનું પ્રમાણપત્ર નક્કી કરેલી સમયમર્યાદામાં આપી શક્યાં નહોતાં.
અરજદારે પ્રિલિમ પરીક્ષામાં 213 ગુણ મેળવ્યા હતા, જ્યારે સામાન્ય શ્રેણીનું કટ-ઓફ 176 ગુણ હતું. તેમણે ઊઠજ શ્રેણીમાંથી પોતાની અયોગ્યતાને પડકાર આપી અને હાઈકોર્ટ સમક્ષ તેમને સામાન્ય શ્રેણીમાં ગણવા ૠઙજઈને નિર્દેશ આપવા માગ કરી છે. કોર્ટમાં રજૂઆત થઈ હતી કે, ઉમેદવારે કેન્દ્ર સરકારની નોકરી માટે જરૂરી આવક પ્રમાણપત્ર તો આપ્યું છે, પરંતુ રાજ્ય સરકારની નોકરી માટે માતા-પિતાની ડોમીસાઇલ સાથેની વિગતો આપવી ફરજિયાત છે, જે તેઓ આપી શક્યાં નહોતાં. બીજી તરફ અરજદારના વકીલે રજૂ કર્યું કે, અરજદારના માતા-પિતાનું અવસાન થયું હોવાને કારણે અને પરિવારનો સહકાર ન મળતા તેઓ જરૂરી સરકારી દસ્તાવેજો સમયસર મેળવી શક્યાં નહોતાં. તેમણે GPSCનો આ નિર્ણય પ્રશ્નાર્થ કર્યો કે, ઊંચા ગુણ ધરાવતા અરજદારને સામાન્ય શ્રેણીમાં કેમ ન ગણવો? જ્યારે SC/ST/OBC જેવા રિઝર્વેશન ધરાવતા ઉમેદવારો ઊંચા ગુણ હોય તો સામાન્ય શ્રેણીમાં સ્થાન મેળવી શકે છે. GPSCના વકીલે આ માંગણીનો વિરોધ ચાલુ રાખ્યો હતો અને હાઈકોર્ટે આ મુદ્દે ભરતી સંસ્થાનો જવાબ શુક્રવાર સુધી આપવા કહ્યું છે.



