ભારતમાં હવે ડિજિટલ પ્રાઇવસીનો નવો યુગ શરૂ, 14 નવેમ્બરથી ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ લાગુ
ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન કાયદો 11 ઓગસ્ટ 2023ના રોજ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ભારતમાં હવે ડિજિટલ પ્રાઇવસીનો નવો યુગ શરૂ થઈ ગયો છે. દેશમાં ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ 2023 હવે નિયમો સાથે સંપૂર્ણપણે લાગુ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે 14 નવેમ્બરે આ નિયમોને નોટિફાઈ કરી દીધાં છે. આ નિયમ સામાન્ય લોકોની પ્રાઇવસી (ગોપનીયતા)ને મજબૂત કરવાની સાથે સાથે ઇનોવેશન (નવીનતા) અને ડિજિટલ ઇકોનોમી (અર્થતંત્ર)ને પ્રોત્સાહન આપશે. ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન કાયદો 11 ઓગસ્ટ 2023ના રોજ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. તે ડિજિટલ વ્યક્તિગત ડેટાનું સંચાલન કરતી કંપનીઓ (ડેટા ફિડ્યુશરી)ની જવાબદારીઓ નક્કી કરે છે, જ્યારે વ્યક્તિઓને તેમના અધિકારો આપે છે. બાળકોના ડેટાના કોઈપણ ઉપયોગ માટે માતા-પિતાની સંમતિ ફરજિયાત છે. જોકે, આરોગ્ય સંભાળ (હેલ્થ કેર), શિક્ષણ કે રીયલ-ટાઇમ સેફ્ટી જેવા જરૂરી બાબતોમાં જ છૂટ મળશે. દિવ્યાંગો માટે, જે કાયદાકીય નિર્ણયો લેવામાં અસમર્થ છે, તેમના વાલીની સંમતિ જરૂરી રહેશે, જે કાયદાકીય રીતે વેરિફાઇડ હોય. જો કોઇ કંપની નિયમનું ઉલ્લંઘન કરશે તો રૂ. 250 કરોડ સુધીના દંડનો સામનો કરવો પડી શકે છે. તેમજ ડેટા પ્રોટેક્શન બોર્ડ સંપૂર્ણ તપાસ કરશે. આ અંગેની યુઝર્સ પણ ફરિયાદ કરી શકે છે.
અગાઉ ઈંઝ નિયમો ફક્ત ક્ધટેન્ટ સલામતી પર ધ્યાન કેન્દ્રિત કરતા હવે ડેટા સુરક્ષા પર કરવું પડશે
- Advertisement -
પહેલાં, ભારતમાં માતા-પિતાની સંમતિ ચકાસવા (વેરિફાયેબલ પેરેન્ટલ ક્ધસેન્ટ) માટે કોઈ અલગ આવશ્યકતા નહોતી. ઈંઝ એક્ટ 2000 અને ઈંઝ નિયમો 2021 બાળ સુરક્ષા અને સામગ્રી સલામતી પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા. આ મુખ્યત્વે ક્ધટેન્ટ મોડરેશન (જેમ કે બાળ પોર્નોગ્રાફી અથવા હાનિકારક ક્ધટેન્ટને બ્લોક કરવા) અને રિપોર્ટિંગ મિકેનિઝમ્સ પર ધ્યાન કેન્દ્રિત કરતું હતું. કંપનીઓને બાળ સુરક્ષા અધિકારીની નિમણૂક કરવાની જરૂર હતી અને યુઝર્સે તેમની ઉંમર જાહેર કરવી જરૂરી હતી, પરંતુ વેરિફિકેશન વૈકલ્પિક હતું. કોઈ ફરજિયાત આઇડી તપાસ અથવા ટ્રેકિંગ પ્રતિબંધો નહોતા.ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન નિયમો 2025 હેઠળ 18 વર્ષથી ઓછી ઉંમરના ’બાળક’ના કોઈપણ વ્યક્તિગત ડેટા (જેમ કે નામ, સ્થાન (લોકેશન), ફોટો) પર પ્રક્રિયા કરતા પહેલા માતા-પિતા અથવા કાનૂની વાલીની સંમતિ હવે ફરજિયાત છે. અગાઉ, ઈંઝ નિયમો ફક્ત ક્ધટેન્ટ સલામતી પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા, પરંતુ હવે ડેટા સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ટ્રેકિંગ, લક્ષિત જાહેરાતો (ટારગેટેડ એડ) અને વર્તન દેખરેખ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ વિશે 5 સૌથી મહત્વપૂર્ણ બાબતો…
1. સંમતિ (ક્ધસેન્ટ) વિના ડેટા એકત્રિત કરી શકાતો નથી
કોઈપણ કંપની અથવા એપ્લિકેશન તમારા વ્યક્તિગત ડેટા એકત્રિત કરે તે પહેલાં, તેણે તેનો હેતુ સ્પષ્ટપણે જણાવવો આવશ્યક છે. તેઓ તમારી પરવાનગી વિના આમ કરી શકતા નથી. જો તમે તમારો ડેટા શેર કરવા માંગતા નથી, તો તે તમારો અધિકાર છે કે, તમે તેને શેર ન કરો.
2. ફક્ત આવશ્યક હેતુઓ માટે ડેટા
કંપનીઓ તમારા ડેટાનો ઉપયોગ ફક્ત તેમણે જણાવેલા હેતુઓ માટે જ કરી શકે છે. ઉદાહરણ તરીકે, શોપિંગ એપ્લિકેશન તેનો ઉપયોગ ફક્ત ઓર્ડર લેવા માટે કરશે, માર્કેટિંગ માટે નહીં. જો તેનો દુરુપયોગ થાય છે, તો તમે તેની ફરિયાદ કરી શકો છો.
3. તમારા ડેટા પર નિયંત્રણ રાખો
તમે કોઈપણ સમયે તમારી માહિતીની સમીક્ષા કરી શકો છો, ભૂલો સુધારી શકો છો, અપડેટ કરી શકો છો અથવા તમારો ડેટા ડિલીટ કરાવી શકો છો. કંપનીઓએ 90 દિવસની અંદર જવાબ આપવો આવશ્યક છે.
4. ડેટા લીક થવા પર તાત્કાલિક સૂચના
જો તમારો ડેટા ચોરાઈ જાય અથવા લીક થાય, તો કંપનીએ તમને કલાકોની અંદર, સરળ ભાષામાં, શું થયું, સંભવિત અસર અને કયા પગલાં લેવા તે વિશે તાત્કાલિક જાણ કરવી પડશે. આ તમને સતર્ક રહેવામાં મદદ કરશે.
5. ફરિયાદ કરવી સરળ, બોર્ડ ડિજિટલ
જો તમને કોઈ સમસ્યા હોય, તો ડેટા પ્રોટેક્શન બોર્ડમાં ઓનલાઈન અથવા એપ દ્વારા ફરિયાદ નોંધાવો. તે મફત છે અને ટ્રેકિંગ સરળ છે. જો તમે સંતુષ્ટ ન હોવ, તો તમે ઝઉજઅઝ કોર્ટમાં અપીલ કરી શકો છો. નાના બિઝનેસ માટે પણ પાલન સરળ છે, તેથી સેવાઓ મોંઘી થતી નથી.
નિયમોમાં ફેરફારને કારણે તમારે (માતા-પિતાએ) હવે શું કરવું પડશે?
જો તમારું બાળક સોશિયલ મીડિયા (ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ) એકાઉન્ટ બનાવવા માંગે છે, તો સાઇન-અપ દરમિયાન બાળક તેની ઉંમર (18 વર્ષથી ઓછી) જણાવશે તો માતા-પિતાએ એપ્લિકેશન/વેબસાઇટમાં લોગિન કરીને તેમના ઇમેઇલ/ફોન નંબરની ચકાસણી કરીને અથવા તેમના ઈંઉ (આધાર/પાસપોર્ટ) અપલોડ કરીને સંમતિ (ક્ધસેન્ટ) આપવી આવશ્યક રહેશે. તેમજ કોઈપણ સમયે સંમતિ રદ કરી શકો છો, જેનાથી તમારા બાળકનો ડેટા ડિલીટ થઈ જશે. આ પ્રક્રિયા 18 મહિનામાં તબક્કાવાર રોલઆઉટમાં પૂરી થશે. જો તમારું બાળક શૈક્ષણિક એપ્લિકેશનોનો ઉપયોગ કરી રહ્યું હોય, તો કેટલીક છૂટ છે.
નવા ફેરફારનો શું ફાયદો થશે?
1. બાળકોની ગોપનીયતા (પ્રાઇવસી) અને સલામતી (સેફ્ટી) ડેટા ચોરી, સાઇબર ધમકીઓ (બુલિંગ) અથવા લક્ષિત કૌભાંડો (ટારગેટેડ સ્કેમ્સ) સામે રક્ષણ મળશે. ટ્રેકિંગ બેનથી બાળકનું વર્તન મોનિટર નહીં થાય.
2. માતા-પિતાનું નિયંત્રણ તમારા બાળકનો ડેટા શેર કરવો કે નહીં, તે તમે નક્કી કરો છો.
3. સામાજિક લાભ ઓનલાઈન શોષણ ઘટશે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં જાગૃતિ ઓછી છે.
4. લાંબા ગાળા માટે કંપનીઓ વધુ જવાબદાર બનશે અને ભારતનો ડેટા કાયદો વૈશ્વિક ધોરણો સુધી પહોંચશે.



