ધારાસભ્ય મહેશભાઈ કસવાળા અને સાંસદ ભરતભાઈ સુતરીયાની પ્રેરક ઉપસ્થિતિ; અમરેલી જિલ્લાની પ્રથમ પહેલ
ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા
પ્રાકૃતિક ઊર્જા અને ખેતીને પ્રોત્સાહન આપવાના હેતુથી સાવરકુંડલાના નેસડી રોડ પર આવેલ શ્રી કૃષ્ણ ગૌ સેવા ટ્રસ્ટ (પાંજરાપોળ) ખાતે બાયોગેસ પ્લાન્ટ અને ઘન જીવામૃત બનાવવાના પ્રોજેક્ટનું ભૂમિપૂજન તા. 15/11 (શનિવાર) ના રોજ યોજાયું હતું.
- Advertisement -
આ કાર્યક્રમમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળા અને સાંસદ ભરતભાઈ સુતરીયા મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટનું આયોજન ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી (GEDA) અને ગુજરાત બાયોએનર્જી ફર્ટિલાઇઝરના સહકારથી કરવામાં આવ્યું છે. ગૌશાળાના પ્રમુખ રાજુભાઇ બોરીસાગરે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટથી ઘન જીવામૃત થકી સાવરકુંડલાની ખેતી રસાયણ મુક્ત બને તેવા પ્રયાસો કરાશે. અમરેલી જિલ્લામાં આ પ્રકારની આ પ્રથમ પહેલ છે, જેને શહેરીજનોએ આવકારી છે.



