‘પટેલ પ્રગતિ મંડળ’ના સ્નેહમિલનમાં પ્રસ્તાવ રજૂ થતાં અડધી કલાકમાં જ દાતાઓએ રૂ.51,000ના અનુદાનથી યુગલોને ’દત્તક’ લીધા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પટેલ પ્રગતિ મંડળ – રાજકોટ દ્વારા નૂતન વર્ષ નિમિત્તે કડવા પાટીદાર પરિવારના સ્નેહમિલન સમારોહમાં ખર્ચાળ લગ્નોને બદલે આદર્શ વૈદિક લગ્ન કરાવવાનો મૂકાયેલો પ્રસ્તાવ થોડી જ મિનિટોમાં મૂર્તિમંત થયો હતો.
- Advertisement -
સંસ્થાના પ્રમુખ નંદલાલભાઈ માંડવિયાએ લગ્નના ખોટા ખર્ચા અને દેવાદારપણામાંથી મુક્તિ અપાવવા માટે આદર્શ વૈદિક વિવાહની પરિકલ્પના રજૂ કરી હતી, જેને સમાજ શ્રેષ્ઠીઓએ તુરંત વધાવી લીધી હતી.
આ પ્રસ્તાવ રજૂ થયાના માત્ર અડધી કલાકમાં જ 181 દાતાઓએ પોતાના ₹51,000/- (એકાવન હજાર)ના અનુદાન સાથે 181 યુગલોને લગ્નગ્રંથિથી જોડવા માટે આગળ આવ્યા હતા. એટલે કે 181 લગ્ન એડવાન્સમાં ગોઠવાઈ ગયા હતા. ટ્રસ્ટી અરવિંદભાઈ પટેલ અને પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર નરેન્દ્રભાઈ ડઢાણીયાએ જણાવ્યું હતું કે આ લગ્નમાં વર પક્ષ અને ક્ધયા પક્ષને પ્રત્યેકને માત્ર ₹11 હજારનો પ્રતિકાત્મક ખર્ચ જ આપવાનો રહેશે. આ લગ્નોત્સવમાં વર અને ક્ધયા પક્ષના 111-111 મળીને કુલ 222 મહેમાનોના ભોજન સમારોહનો ખર્ચ દાતાઓના સહયોગથી સંસ્થા ભોગવશે. સમાજના આ પગલાથી ખર્ચ ઘટાડી આદર્શ લગ્નોનું નવું મોડેલ રજૂ થયું છે.
5000 સ્ક્વેર ફુટના એરકંડીશન હોલમાં લગ્નવિધિ: હાલ લગ્નોમાં વાડી – સમાજ તેમજ પાર્ટી પ્લોટના જંગી ખર્ચા આવે છે ત્યારે આદર્શ વૈદિક લગ્નમાં જોડાનાર પરિવારને 5000 સ્ક્વેર ફુટનો એસી હોલ મળશે.
આ ઉપરાંત ડેકોરેશન, સેલ્ફી પોઈન્ટ, વરરાજાની એન્ટ્રી જેવી રસમ માટે સંસ્થા તરફથી સુવિધા મળશે. જ્યાં લગ્ન હોય ત્યાં ઢોલ અવશ્ય ઢબુકવાં જોઈએ આથી ઢોલીની સવલત સંસ્થા નિ:શુલ્ક આપશે. લગ્ન વિધિ માટે ગોર બાપાની દક્ષિણા પણ સંસ્થા ચૂકવશે. ખુરશીઓ બાજોટ ઇત્યાદિ વ્યવસ્થા સંસ્થા આપશે. બંને પક્ષે પુજા સામગ્રી જ સાથે લાવવી પડશે.
- Advertisement -
વરપક્ષ – ક્ધયા પક્ષ શું નહિ કરી શકે ?: આદર્શ વૈદિક લગ્નોત્સવમાં જોડાનાર ક્ધયા અને વરરાજા પ્રિ-વેડિંગ નહિ કરી શકે, હલ્દી જેવી વિધિ, ડી.જે, બેન્ડવાજા ખર્ચ નહિ કરી શકે. સામૈયા કે બીજી રસમમાં ફટાકડા કે આતશબાજીનો ખર્ચ નહિ કરે, લગ્ન થયા પૂર્વે કે પછી અલગ રીસેપ્શન નહિ કરી શકે.
21 નવેમ્બરના રોજ પ્રથમ લગ્ન, રોજ બે લગ્ન થશે: આદર્શ વૈદિક લગ્નોત્સવમાં ક્રાંતિકારી પરિવારો જોડાવા લાગ્યો છે. પ્રથમ લગ્ન સમારોહ તા.21 મી નવેમ્બરે યોજાશે. એક દિવસમાં બે લગ્ન પ્રસંગ યોજાય એવું આયોજન થયું છે.
હાલ લગ્ન નોંધણી શરૂ થઇ ગઈ છે આ માટે ઉપરોક્ત આગેવાનો ઉપરાંત સુરેશભાઈ અઘેરા તથા મગનભાઈ વાછાણી અને ફિલ્ડમાર્શલ વાડી, લક્ષ્મીનગર મેઈન રોડ – રાજકોટ ખાતે વધુ વિગત માટે સંપર્ક કરી શકશો.



