‘ના લેતા ના લેતા…રેન્જ રોવર ના લેતા… સર્વિસ નથી આપતા…ખોટા વાયદા આપે છે’નું પોસ્ટર લગાવી વિરોધ
રેન્જ રોવર કાર ખરીદનાર વસીમ ખોખરએ કારમાં વારંવાર થતી ખામી સર્જાઈ કંટાળી જઇ વિરોધ નોંધાવ્યો
- Advertisement -
રાજકોટ શહેરમાં એક અનોખી ઘટના સામે આવી છે. મોંઘી રેન્જ રોવર કાર ખરીદનાર વસીમ ખોખર નામના ગ્રાહકે પોતાની સમસ્યાનો વિરોધ નોંધાવવા અનોખી રીત અપનાવી છે. વસીમ ખોખરે કહ્યું કે, આ ગાડીની કિંમત 2 કરોડ છે પરંતુ સર્વિસ બરાબર નથી. કારમાં વારંવાર થતી ખામી સર્જાઈ કંટાળી ગયેલા કાર માલિકે ગુસ્સામાં પોતાની લાખો રૂપિયાની કાર બળદ પાછળ બાંધીને સીધા શો રૂમ સુધી લઈ ગયા. મળતી માહિતી મુજબ કાર માલિકે લાંબા સમયથી કારમાં થતી ટેકનિકલ ખામીઓ અંગે શોરૂમમાં અનેક વખત રજૂઆત કરી હતી પરંતુ સંતોષકારક ઉકેલ ન મળતાં તેઓએ આ અનોખો વિરોધ કર્યો હતો. આ અનોખા વિરોધની ચર્ચા હાલ સમગ્ર શહેરમાં થઈ રહી છે. લોકો સોશિયલ મીડિયામાં વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ગ્રાહકના હક્કોની રક્ષા કરવા માટે શોરૂમો વધુ જવાબદાર બનવા જોઈએ એવી માંગ ઉઠી રહી છે. કારના માલિક વસીમ ખોખરે કારમાં એક પોસ્ટર લગાવ્યું છે જેમાં ના લેતા ના લેતા…રેન્જ રોવર ના લેતા…સર્વિસ નથી આપતા…ખોટા ટાઈમ અને ખોટા વાયદા આપે છે તેવું લખ્યું છે.



