તાત્કાલીક રસ્તાના કામ પૂર્ણ કરવા CMનો આદેશ, મનપાએ આજથી સરવે શરૂ કર્યો
મુખ્યમંત્રીએ રસ્તા મામલે ફરી મહાપાલિકાને આડે હાથ લીધા, એફઆઇઆર સુધીની કાર્યવાહી કરવા સૂચના
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના બિસમાર રસ્તા તાર્કિકે રિપેર કરવા માટે તંત્રને શુક્રવારે મુખ્યમંત્રીએ આડે હાથ લીધા હતા. રાજકોટ સહિત રાજયની તમામ મનપાના રસ્તા મામલે સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં તમામ રસ્તા રિપેર કરીને લોક ફરિયાદ ન ઉઠે તે જોવા માટે સખ્ત શબ્દોમાં તાકિદ કરવામાં આવતા આજથી સરવે શરૂ કરવા માટે કાર્યવાહી હાથ ધરાયાની વિગતો પ્રાપ્ત થાય છે.
રાજકોટ સહિત રાજયની તમામ મહાપાલિકાના રસ્તાની ખખડધજ હાલત અંગે મુખ્યમંત્રીએ સમિક્ષા વીડિયો કોન્ફરન્સ કરીને રસ્તા ઝડપથી રિપેર કરવા અને સબંધિત ઈજારેદારો સામે કાર્યવાહી કરવા માટે ફરીથી તાકિદ કરી હતી. તેમણે કામગીરીનો રિપોર્ટ માંગવા સાથે બિસમાર રસ્તા કેટલા સમયમાં રિપેર કરી દેવાશે તેનો રિપોર્ટ માંગતા સરવે શરૂ કરવામાં આવ્યો છે. સાથે સાથે તંત્રની કામગીરી નબળી હોવા અંગે અપિકારીઓનો ઉધડો પણ લેવાયો હતો. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, નબળી કામગીરી કરનારા કેટલા ઈજારેદાર સામે પગલા લેવાયાં?, શા માટે એફ.આર.આઈ.નથી કરતા વિગેરે મામલે પણ ઈજનેરોને આડે હાથ લીધા હતા.
રાજકોટમાં બે ઈજારેદારને નોટિસ ફટકારાઈ હતી
ગત ચોમાસા દરમિયાન રસ્તા તૂટી જતા મુખ્યમંત્રીના આદેશ પ્રમાણે ત્રણ ઈજારેદારને મહાપાલિકાના દ્વારા નોટિસ પાઠવીને ખુલાસા માંગવામાં આવ્યા હતા. ગેરેન્ટી પિરીયડમાં હોવા છતા ત્રણ રસ્તા તૂટી જતા તેના ઈજારેદારોને નોટિસ ફટકારાઈ હતી અને તેમના ખર્ચે રસ્તા રિપેર કરાવાયા હતા. જેને નોટિસ ફટકારાઈ હતી તેમાં પી.સીસી, અને ક્લાસીક ક્ધસ્ટ્રકશનનો સમાવેશ થાય છે. ગંગોત્રી પાર્ક અને રૈયા રોડ ઉપર ગેરેન્ટી રસ્તા તુટી જતા મનપાએ નોટિસ પાઠવી તેને રિપેર કરાવ્યા હતા. હાલ રસ્તાના કામો ઉપર જ ધ્યાન કેન્દ્રીત કરાયું છે.
મહાપાલિકા પાસે સિટી ઈજનેરો નથી અને શાસકો અંગત સ્વાર્થમાં રત
મનપાના શાસકોએ અંગત સ્વાર્થમાં પાંચ સિટી ઈજનેરોની ભરતી થવા નથી દીધી. ભરતીની પ્રક્રિયા પુરી કરીને શાસકોને તે પૂરી કરવા માટે મોકલી આપી હતી. પણ શહેરમાં રસ્તાઓની હાલત બિસમાર હોવા છતા પદાધિકારીઓ તે થવા નથી દીધી. શાસકો નિર્ણય કરવામાં ઉણા ઉતરતા સિટી ઈજનેરોની જગ્યા ખાલી રહેતા કામગીરીમાં મુશ્કેલી ઉભી થઈ રહી છે.
48 કિમીના રસ્તા તૂટ્યા હતા તે સમારકામ થઈ ગયા’તો દાવો
રાજકોટમાં ગત ચોમાસા પછી ગેરેન્ટી પિરીયડમાં ન હોય તેવા 48 કિમી રસ્તા તૂટ્યા હતા જેનું સમારકામ કરી દેવાયાનો દાવો કરાયો છે. મનપાના કુલ રસ્તા પૈકી ગત ચોમાસા પહેલા ખોદાયેલા રસ્તાઓને કારણે સમસ્યા વકરી હતી. લોકોએ વારંવાર રજુઆતો પણ ઉઠાવી હતી. ચોમાસાને કારણે પણ 48 કિમી રસ્તા બિસમાર થયા હતા.
- Advertisement -



