પૃથ્વી અને સૂર્ય કરતાં પણ વધુ પ્રાચીન ઉલ્કા!
28 સપ્ટેમ્બર, 1969ની રાત્રે ઓસ્ટ્રેલિયાના મર્ચિસન ઉપરનું આકાશ એક તેજસ્વી અગનગોળાથી ઝગમગી ઉઠ્યું. સ્થાનિકોને તે દિવસે પોતાના ખેતરોમાં જે પથરાયેલ જોવા મળ્યું તે બાદમાં ખગોળીય ઇતિહાસમાં જેનો સહુથી વધુ અભ્યાસ કરવામાં આવ્યો છે તેવી એક ઉલ્કા કહાની બની રહી, તેને નામ આપવામાં આવ્યું મર્ચિસન ઉલ્કા.
100 કિલોગ્રામથી વધુ વજન ધરાવતો, આ શ્યામ, દાણાદાર અવકાશી ખડક એક કાર્બોનેસીયસ કોન્ડ્રાઈટ છે, જે લગભગ 4.6 અબજ વર્ષો પહેલા, એટલે કે પૃથ્વીના અસ્તિત્વ કરતા પણ પહેલા સૌરમંડળના સૌથી પ્રાચીન પદાર્થોમાંથી રચાયેલી ઉલ્કાનો એક પ્રકાર છે.
આને એક બહુ અસાધારણ ઉલ્કા કહી શકાય કારણ કે તેમાં 70 થી વધુ એમિનો એસિડ છે જે માંહેના કેટલાક તો પૃથ્વી પર જોવા પણ મળતા નથી.
આ ઉપરાંત તેમાં જીવનના આધાર જેવી ન્યુક્લિયોબેઝ શર્કરા અને લિપિડ્સ જેવા પરમાણુ ઘટકો પણ છે.
તેમાં તારાઓના 7 અબજ વર્ષ જૂના અને એકદમ નાના અવશેષો છે, જે આપણા સૂર્ય કરતા પણ વધુ પ્રાચીન છે.
વૈજ્ઞાનિકો માને છે કે આ ઉલ્કા તેની કોસ્મિક ફિંગરપ્રિન્ટ આપે છે કે જીવનનું સર્જન કરતા ઘટકો ઇન્ટરસ્ટેલર અવકાશમાં કેવી રીતે રચાયા હશે – અને બાદમાં એસ્ટરોઇડ અને ધૂમકેતુઓ દ્વારા પૃથ્વી જેવા “બાળ ગ્રહો” સુધી પહોંચ્યા હશે.
આજ સુધી, મર્ચિસન ઉલ્કા એસ્ટ્રોબાયોલોજીનો પાયાનો એ પથ્થર છે, જે આપણને જીવનની ઉત્પત્તિની રાસાયણિક કહાની શોધવામાં મદદ કરે છે – મૃત્યુ પામતા તારાઓના હૃદયથી લઈને વિશ્વના જન્મ સુધીની!
કેવળ મગજ નહી, માનવીનું સંપૂર્ણ શરીર સ્મૃતિઓ સંગ્રહી શકે છે
તમને ખબર પડે કે ફક્ત તમારું મગજ જ નહી, તમારા શરીરના તમામ કોષો નવું નવું શીખી શકે છે, સ્મૃતિઓ જાળવી શકે છે ત્યારે તમે શું વિચારશો? શું ફીલ કરશો? તમારો પ્રતિભાવ શું હશે?
દાયકાઓથી વૈજ્ઞાનિકો માનતા હતા કે સ્મૃતિઓ યાદો એ ફક્ત મગજનો ઈજારો છે. પરંતુ નવા સંશોધનો તે પરિપ્રેક્ષ્યને બહુ રસપ્રદ રીતે બદલવાનું શરૂ કરી રહ્યા છે. એક ગ્રાઉન્ડબ્રેકિંગ અભ્યાસ હવે સૂચવે છે કે મેમરી જેવા કાર્યો ચેતાકોષોની મર્યાદાથી દૂર શરીરના અન્ય ભાગોમાં પણ થતાં હોય છે.
સંશોધકોએ શોધી કાઢ્યું છે કે મગજ સીવાયના પણ કિડની જેવા અંગોના કોષો ચેતા પેશીઓમાંથી, બાહ્ય સંકેતોને એ રીતે પ્રતિસાદ આપી શકે છે જે શીખવાની પ્રક્રિયાના સૂચક છે. જ્યારે વૈજ્ઞાનિકોએ આ કોષો પર અંતરાલમાં પુનરાવર્તિત રાસાયણિક સ્પંદનો માટેના પ્રયોગ કર્યા ત્યારે તેઓએ ન્યુરોન્સમાં મેમરી રચના સાથે સંકળાયેલ જનીનનું સક્રિયકરણ અવલોકન કર્યું. આ કોષોએ માત્ર સ્પંદનોનો સમય જ શોધી કાઢ્યો નથી પરંતુ જ્યારે સિગ્નલો સતત રાખવાને બદલે દૂર કરવામાં આવ્યા ત્યારે વધુ મજબૂત પ્રતિસાદ આપ્યા હતા. આશ્ચર્યજનક રીતે આ મગજ કેવી રીતે અંતરના પુનરાવર્તન દ્વારા યાદોને મજબૂત કરે છે તેના જેવું જ છે.
આ સ્મૃતિ જનીન ચેતાકોષોમાં લાંબા ગાળાના પોટેન્શિએશનમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે જાણીતું છે, આ પેરિફેરલ કોષોમાં સમાન પેટર્નમાં ઉજાગર થાય છે. આને શું વધુ નોંધપાત્ર બનાવે છે તે એ છે કે એક્સપોઝરની પેટર્ન મહત્વપૂર્ણ છે. જેમ આપણું મગજ વધુ માહિતી જાળવી રાખે છે જ્યારે વિરામ સાથે શીખવાનું અંતર રાખવામાં આવે છે, આ કોષો પણ સમાન પરિસ્થિતિઓમાં વધુ અસરકારક રીતે પ્રતિક્રિયા આપે છે.
આની અસરો સંભવિત રીતે પ્રચંડ છે. જો શરીરના વિવિધ કોષો મેમરી જેવી વર્તણૂક ધરાવે છે, તો તે આપણે સેલ્યુલર કાર્યો અને રોગને કેવી રીતે સમજીએ છીએ તે ફરીથી આકાર આપી શકે છે. દાખલા તરીકે, સ્વાદુપિંડના કોષો ગ્લુકોઝના સેવનની પેટર્નને “યાદ” રાખી શકે છે, જે ડાયાબિટીસની સારવારને અસર કરી શકે છે. કેન્સરના કોષો કિમોચિકિત્સા દવાઓની એક પ્રકારની રાસાયણિક યાદશક્તિ જાળવી શકે છે, જે પ્રતિકાર અને ફરીથી થવાને પ્રભાવિત કરે છે. રોગપ્રતિકારક કોષો પણ ભૂતકાળના ચેપ અથવા એક્સપોઝરના આધારે વર્તન શીખી શકે છે.
અલબત્ત, આ કોષો સભાન યાદો અથવા વિચારોની રચના કરતા નથી. પરંતુ સમય જતાં માહિતીને પ્રતિસાદ આપવાની અને અનુકૂલન કરવાની તેમની ક્ષમતા સેલ્યુલર સ્તરે શરીરની બુદ્ધિની નવી સમજણ ખોલે છે. મેમરી હવે મગજ સુધી સીમિત ન રહી શકે પરંતુ શીખવા અને અનુકૂલન માટે એક વ્યાપક જૈવિક આયોજન બની શકે છે.
માનવ શરીર; એક
અદભૂત સંરચના
- Advertisement -
આપણી રક્તવાહિનીઓની કુલ લંબાઈ એટલી હોય છે કે તેની પૃથ્વી ફરતે બે વાર વીંટાળી શકાય! માનવ મગજ 250 માઇલ પ્રતિ કલાકની ઝડપે સિગ્નલની પ્રક્રિયા કરે છે અને હા, આપણાં હાડકાં પોતાના વજનના સ્ટીલ કરતાં 6 ગણા વધુ મજબૂત હોય છે.
જે આપણને માનવ બનાવે છે તે માત્ર આપણા વિચારો અને લાગણીઓ જ નથી – તે અસાધારણ જૈવિક પ્રણાલીઓ પણ છે જે આપણને દર સેક્ધડે જીવંત રાખે છે.
પાઈનેપલ જ્યુસ પ્રકૃતિનું એક અદભૂત વરદાન
આપણી વેસ્ક્યુલર સિસ્ટમની 60,000-માઇલ લાંબા સર્ક્યુલેટરી સુપરહાઇવે તરીકે કલ્પના કરી જુઓ. દિવસમાં લગભગ 100,000 વખત ધબકારા મારતા હૃદય દ્વારા સંચાલિત, તે ધમનીઓ, નસો અને રુધિરકેશિકાઓ દ્વારા લગભગ 2,000 ગેલન રક્ત પમ્પ કરે છે. આ સતત પ્રવાહ ઓક્સિજન અને પોષક તત્ત્વો પહોંચાડે છે, કચરો દૂર કરે છે અને વેસોડિલેશન જેવી પ્રક્રિયાઓ દ્વારા તરત જ સમાયોચિતત ક્રિયાઓ થાય છે, તે આપણાં શરીરને સંતુલિત કરે છે પછી ભલે આપણે આરામ કરી રહ્યાં હોઈએ કે ચાહે દોડતા પણ હોઈએ. આપણી નર્વસ સિસ્ટમ એક પ્રકારનું અંતિમ નિયંત્રણ કેન્દ્ર છે. – હૃદયના ધબકારા અને શ્વાસથી લઈને લાગણીઓ અને યાદશક્તિ સુધીની દરેક વસ્તુનું નિર્દેશન તે જ કરે છે. મગજમાં 86 બિલિયન ચેતાકોષો 250 માઇલ પ્રતિ કલાકની ઝડપે સિગ્નલ ફાયરિંગ કરે છે, તે એક જીવંત વિદ્યુત ગ્રીડ છે જે વિચાર, સંવેદના અને ગતિને શક્ય બનાવે છે. આપણું અસ્થી તંત્ર એક સામાન્ય ફ્રેમ કરતાં ઘણું વિશેષ છે. તે એક ઢાલ, એન્જિન અને ફેક્ટરી છે. આપણાં 206 હાડકાં ન તો કેવળ હલન ચલનને શક્યા બનાવે છે બલ્કે આપણાં અંગોનું રક્ષણ પણ કરે છે, રક્ત કોશિકાઓ પણ ઉત્પન્ન કરે છે. આપણાં અસ્થિ સ્ટીલ કરતાં વધુ મજબૂત હોય છે, અને સ્ટીલથી વિપરીત, તે પોતાની જાતને સુધારી શકે છે અને ફરીથી ઉત્પન્ન કરી શકે છે.આ સિસ્ટમો માત્ર આપણને જીવંત રાખતી નથી – તે છુપાયેલ મશીનરી છે જે માનવતાને જ વ્યાખ્યાયિત કરે છે.
- Advertisement -
લીબર્ટી કેપ્સ; એક અદભૂત મશરૂમ
મશરૂમની આ એક એવી પ્રજાતિ છે જેનો દસ્તાવેજી ઇતિહાસ લગભગ 13000 વર્ષ પ્રાચીન છે. તેના મૂળ છેક આફ્રિકાથી લઈ ઉત્તર અમેરિકા, યુરોપ, ઇંગ્લેન્ડ, આયર્લેન્ડ અને એશિયાના કેટલાક પ્રદેશો સુધી વિસ્તરેલા છે. સામાન્ય ભાષામાં જેને લિબર્ટી કેપ્સ કહેવામાં આવે છે તેવા આ મશરૂમનું વૈજ્ઞાનિક નામ ઙતશહજ્ઞભુબય તયળશહફક્ષભયફફિં છે, તે પૃથ્વી પર સૌથી શક્તિશાળી ગણાતા સાયકાડેલિક મશરૂમ્સ માંહેના એક છે. આ નાના, શંકુ આકારના મશરૂમમાં સાઇલોસાયબિન હોય છે, જે સમજ શક્તિ મૂડ અને લાગણીઓ પર ઊંડી અને દીર્ઘજીવી અસરો માટે જાણીતું સંયોજન છે. ઐતિહાસિક રીતે જોઈએ તો પ્રાચીન સમયથી લિબર્ટી કેપ્સનો ઉપયોગ આધ્યાત્મિક અને ધાર્મિક પરંપરાઓમાં આત્મખોજ, ભાવનાત્મક ઉપચાર અને જાગૃતિની ઊંડી સ્થિતિને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવતો હતો. લિબર્ટી કેપ્સમાં સાયલોસાયબિન નામનું બાયો એક્ટિવ કંપાઉન્ડ છે. તે ડિપ્રેશન, અજંપો, તાણ અને પોસ્ટ-ટ્રોમેટિક મેન્ટલ ક્ધડીશન જેવા ડિસઓર્ડર માટે ઉપચારાત્મક લાભો ધરાવે છે. વૈજ્ઞાનિકો હવે એ શોધ સંશોધન કરી રહ્યા છે કે આ મશરૂમ્સ કેવી રીતે મગજના રીસેપ્ટર્સ સાથે ચેતા માર્ગોને ફરીથી સુનિયોજિત કરી માનસિક સ્પષ્ટતાની સ્થિતિ પ્રસ્થાપિત કરતી કાર્યવાહી કરે છે. એકદમ શક્તિશાળી હોવા સાથે લિબર્ટી કેપ્સ તીવ્ર સાયકોએક્ટિવ અસરો ધરાવે છે. આ કારણે કેટલાક પ્રદેશોમાં તેના પર કાનૂની પ્રતિબંધો પણ છે. જોકે માનવ ઇતિહાસમાં તેની કાયમી ભૂમિકા રહી છે. પ્રકૃતિના સૌથી રહસ્યમય જીવો ચેતના, ઉપચાર અને માનવ મનની સમજને કેવી રીતે પ્રભાવિત કરી શકે તે સમજવું અત્યંત રસપ્રદ અને વિસ્મયકારી બની રહે એમ છે.
ભારતીય ઉપવાસ શૈલીને નોબેલ પ્રાઈઝ વિજેતા જાપાનીઝ વૈજ્ઞાનિક સમર્થન આપે છે
જાપાની કોષ જીવવિજ્ઞાની ડો. યોશિનોરી ઓહસુમીને શરીર ટકાવી રાખતા જીવનના સહુથી મહત્વપૂર્ણ
મિકેનિઝમના રહસ્યો પરથી પડદો ઉઠાવવા માટે નોબેલ પ્રાઈઝ મળ્યું છે. આ વાત છે ઓટોફેજીની. તેનો શાબ્દિક અર્થ થાય છે “સ્વયંનું ભક્ષણ!.” ઓટોફેજી એ શરીરની પોતાની જાતની જાતે સફાઈ કરવાની રીત છે. જ્યારે આપણે ઉપવાસ કરીએ છીએ અથવા પોષક તત્ત્વોની અછતનો સામનો કરીએ છીએ, ત્યારે આપણા કોષો તૂટે છે અને સ્વસ્થ રહેવા માટે તેમના પોતાના ક્ષતિગ્રસ્ત ભાગોને રિસાયકલ કરે છે. આ પ્રક્રિયા હાનિકારક પ્રોટીન અને કચરાને દૂર કરીને કેન્સર, અલ્ઝાઈમર અને ચેપ જેવા રોગોને અટકાવે છે. ડો. ઓહસુમીના કાર્યએ આધુનિક જીવવિજ્ઞાનમાં પરિવર્તન લાવી દીધું છે, જે દર્શાવે છે કે ઉપવાસ, તણાવ અને કસરત પણ આ સમારકામ ચક્રને સક્રિય કરી શકે છે. તેમની શોધે વૃદ્ધત્વ, ચયાપચય અને રોગપ્રતિકારક શક્તિમાં નવી સારવારનો પાયો નાખ્યો છે. આજે, વૈજ્ઞાનિકો વૃદ્ધત્વને ધીમું કરવા અને માનવ આયુષ્યને લંબાવવા માટે ઓટોફેજીને ટ્રિગર કરવાની રીતો શોધે છે. તે એક ધ્યાનાકર્ષક બાબત છે કે કેટલીકવાર, ઉપચાર કાઇક નવું ઉમેરવાથી થતો નથી બલ્કે જે હવે કામનું નથી તેને દૂર કરવાથી થાય છે. ડો. ઓહસુમીની શોધ માત્ર નોબેલ પ્રાઈઝની જીતની વાત નથી, તે માનવજાતના દીર્ધાયુષ્ય માટે એક બ્લુપ્રિન્ટ આપે છે, જે દરેક કોષની અંદર છુપાયેલ છે.
આબોહવા પરિવર્તનની પ્રાકૃતિક ચેતવણી
પનામામાં છેલ્લા 40 વર્ષમાં સહુ પ્રથમ વખત એક જટિલ સમુદ્રી ચક્ર તૂટી પડ્યું છે. સ્મિથસોનિયન ટ્રોપિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (જઝછઈં) ના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે પનામાના અખાતમાં નોંધપાત્ર મોસમી પરિવર્તનોએ આકાર લીધો છે.
પુરુષોની ઉંમર વધે તેમ શુક્રાણુઓમાં બદલાવ આવતો જાય છે: વૈજ્ઞાનિકો કહે છે કેટલાક “સ્વાર્થી” બની જાય છે
તેમાં બન્યું એવું છે કે દાયકાઓથી જે ઠંડા પાણી ભરપુર પોષક તત્ત્વો સપાટી પર લઈ આવતા હતા તે આ વખતે 2025માં બન્યું નથી. પોષક તત્વો સમૃદ્ધ આ ઠંડા પાણી અહીંના જીવનને અત્યાર સુધી નવ પલ્લવિત કરતા રહ્યા છે. અહી માછલીઓની વસ્તી અને પરવાળાના ખડકોનેને ટકાવી રાખવા માટે આ કુદરતી ઘટના નિર્ણાયક છે, કારણ કે તે પાણીના તાપમાનમાં ફેરફાર કરે છે અને સપાટી પર પોષક તત્વો પહોંચાડે છે. આ ક્રમમાં ચૂક થવાનો અર્થ છે કે સપાટીના પાણીમાં હવે ઓછા પોષક તત્વો ભળશે, આ રીતે નબળી ખાદ્ય સાંકળો રચાશે જે દરિયાઈ જીવસૃષ્ટિ માટે મુશ્કેલી ઊભી કરશે. વિજ્ઞાનીઓ માને છે કે નબળા પવનને કારણે સમુદ્રી ચક્રનું પતન થયું.
તેની અસરો ખૂબ ગંભીર છે: પ્રદેશમાં માછીમારી, સ્થાનિક સમુદાયો અને નાજુક દરિયાઈ વાતાવરણ આ ચક્ર પર આધારિત છે. જો પતન ચાલુ રહે છે, તો તેનો અર્થ એ થઈ શકે છે કે ઓછી માછલી હાથ લાગશે, પરવાળાના ખડકોને નુકસાન થઈ શકે અને મધ્ય અમેરિકાના પેસિફિક દરિયાકાંઠે હવામાનની પેટર્નમાં પણ ફેરફાર આવી શકે છે.
આ શોધ એ એક વાતાવરણીય સંકેત છે કે આબોહવા પરિવર્તન કેવી રીતે આધારને પાત્ર ગણાતી મહાસાગર પ્રણાલીઓને અસ્થિર કરી શકે છે. તે હવે જાગવાનો સાદ છે. સમુદ્રના ઊંડાણમાં ચાલતી, મોટા ભાગના લોકો માટે અકળ એવી કુદરતી પ્રવૃત્તિઓ પણ હવે એવી રીતે બદલાઈ રહી છે જેને આપણે હજુ પણ સમજવાનો પ્રયાસ કરી રહ્યા નથી.
પાઈનેપલ જ્યુસ કોષીય
નુકશાનનું સમારકામ કરે છે
પાઈનેપલ જ્યુસ એક સ્વાદિષ્ટ નૈસર્ગિક પીણા કરતાં ઘણી વિશેષ બાબત છે. સંશોધન એ વાત સ્પષ્ટ કરે છે કે તેમાં બ્રોમેલેન નામનું કેન્સર વિરોધી ગુણધર્મ ધરાવતું એક એંઝાઇમ છે, તે રીતે તેના સેવનથી કેન્સરની સંભાવનાઓને ઘટાડી શકાય છે. બ્રોમેલેન કેન્સરના કોષોને તેમની વૃદ્ધિ ધીમી કરી એપોપ્ટોસિસ નામની પ્રક્રિયાને વેગ આપીને કુદરતી રીતે અસામાન્ય કોષોની વૃદ્ધિ સામે લડવામાં મદદ કરે છે. આનો અર્થ એ છે કે પાઈનેપલ જ્યુસના શરીર પરના પરિણામો આશાસ્પદ છે. આ સંદર્ભમાં વૈજ્ઞાનિકો ભારપૂર્વક જણાવે છે કે મનુષ્યોમાં બ્રોમેલેન કેવી રીતે કાર્ય કરે છે અને તે વિવિધ પ્રકારના કેન્સર સામે કેટલું અસરકારક છે તે સમજવું જરૂર છે. પાઈનેપલ જ્યુસનું સેવન કુદરતી બાયોએક્ટિવ સંયોજનોથી ભરપૂર આહારનો મૂલ્યવાન ભાગ બની શકે છે. તેના પોષક તત્વો, એન્ટીઑકિસડન્ટો અને ઉત્સેચકો સ્વાસ્થ્યમાં ફાળો આપે છે, પાચન સરળ બનાવે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરી શકે છે. ભોજનમાં આ જ્યુસનો સમાવેશ કરવો એ સ્વાસ્થ્ય લાભો મેળવવાની એક સરળ અને આનંદપ્રદ રીત છે. સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ અને સ્વસ્થ જીવનશૈલી પસંદગીઓ સાથે મળીને, તે સેલ્યુલર સ્તરે વધારાની સુરક્ષા પ્રદાન કરી શકે છે. કુદરતના ખોરાકમાં ઘણીવાર શક્તિશાળી સંયોજનો હોય છે જેને વિજ્ઞાને હજુ હમણાં સમજવાનું શરૂ કર્યું છે. પાઈનેપલ જ્યુસ સંભવિતતાનું એક સ્વાદિષ્ટ ઉદાહરણ છે.
વધતી ઉંમર સાથે પુરુષ શુક્રાણુઓમાં અકલ્પ્ય બદલાવ
જેમ જેમ પુરુષોની ઉંમર વધે છે તેમ તેમ તેના શુક્રાણુઓમાં બદલાવ આવતો જાય છે. વૈજ્ઞાનિકો કહે છે કે તે માંહેના કેટલાક “સ્વાર્થી” બની જાય છે.
વેલકમ સેંગર ઇન્સ્ટિટ્યૂટ અને કિંગ્સ કોલેજ લંડનનું નવું સંયુક્ત સંશોધન એક અત્યંત રસપ્રદ અને અચંબિત કરી મુકતા તથ્યો ઉજાગર કરે છે.
સંશોધન કહે છે કે પુરુષ જેમ જેમ મોટા થાય છે, તેમ તેમ તેઓ પોતાના બાળકોને વધુ આનુવંશિક
પરિવર્તનોની ભેટ આપે છે, તેમાંથી કેટલાક પરિવર્તનો શુક્રાણુ કોષોને વૃષણની અંદરના અન્ય શુક્રાણુઓ સાથે સ્પર્ધા કરવા ઉત્તેજિત કરે છે.
આ કહેવાતા “સ્વાર્થી શુક્રાણુ પરિવર્તન” એ કોષોને પ્રજનન લાભ આપે છે જે તેમને વહન કરે છે, તેમને ઝડપથી ગુણાકાર કરવાની અનુકૂળતા આપે છે – ભલે તેઓ ભવિષ્યના સંતાનોમાં વિકૃતિઓનું જોખમ વધારતા હોય.
30 વર્ષની આસપાસના પુરુષોમાં લગભગ 2% શુક્રાણુ સંભવિત હાનિકારક પરિવર્તનો ધરાવે છે.
60-70 વર્ષ સુધીમાં તે જોખમ વધીને લગભગ બમણું એટલે કે 4-5% જેટલું થઈ જાય છે.
આમાંના ઘણા પરિવર્તનો ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર, સ્કિઝોફ્રેનિઆ અને બાળપણમાં વિકાસના વિશિષ્ઠ પ્રકારના રોગો સાથે જોડાયેલા જનીનોમાં થાય છે.
આ પ્રક્રિયા, જેને “સ્વાર્થી પસંદગી” કહેવાય છે, તે દર્શાવે છે કે ઉત્ક્રાંતિ પ્રજનન પર અટકતી નથી – તે આપણા શરીરમાં, પેઢી દર પેઢી મુક રીતે થતી રહે છે.
સંશોધકો ભારપૂર્વક જણાવે છે કે જ્યારે જોખમ વય સાથે વધે છે, તે સમગ્રતાની દૃષ્ટિએ હજુ પ્રમાણમાં નાનું છે.
મોટી ઉંમરના પિતાથી જન્મેલા મોટાભાગના બાળકો સ્વસ્થ હોય છે – પરંતુ તારણો દર્શાવે છે કે બાયોલોજી અને સમય કેટલો ઊંડો સંબંધ ધરાવે છે.
હસ્તલેખન એ કેવળ
નોસ્ટાલ્જિઆથી બહુ વિશેષ છે
ટેકનોલોજીની અવિરત આવિષ્કાર યાત્રા સાથે આપણે આપણા પોતાના જ હાથે કરવાનું કામ મશીન પર છોડી દીધું છે. મશીનોથી કામ સરળ જરૂર બને છે પરંતુ તે માનવીય કૌશલ્યનો લોપ કરે છે. આ એક વૈજ્ઞાનિક સત્ય છે.
એક અતી વિશિષ્ઠ મશરૂમ
આ જ રીતે હાથથી લખવું એ માત્ર નોસ્ટાલ્જિક નથી – તે ન્યુરોલોજીકલ ઇવેન્ટ છે, તે જ્ઞાનતંતુઓને સતેજ કરે છે, વિકસિત કરે છે. નોર્વેજીયન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગઝગઞ) ના એક નવા અભ્યાસમાં જણાવાયું છે કે હસ્તલેખન મગજને ટાઇપિંગ કરતાં વધુ ઊંડાણથી સક્રિય કરે છે. ઉચ્ચ-ઘનતાવાળા ઊઊૠત નો ઉપયોગ કરીને, સંશોધકોએ અવલોકન કર્યું કે જ્યારે કોઈ હાથથી લખે છે, ત્યારે તેમના મગજ શીખવા અને મેમરી સાથે જોડાયેલા પ્રદેશોમાં વધુ સમૃદ્ધ, વધુ સમન્વયિત પ્રવૃત્તિ દર્શાવે છે. તેનાથી વિપરિત, ટાઈપિંગ જોડાણોને નબળા કરે છે. ધ્યાન પૂર્વક અક્ષરો લખવાની પ્રક્રિયામા સ્પર્શેન્દ્રિય, મગજને એવી રીતે જોડે છે જે કી દબાવવાથી થઈ શકતું નથી.
જ્યારે ડિજિટલ પેનનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પણ તેમના મગજે જાણેએ કાગળ પર લખી રહ્યા હોય તેવા પ્રતિભાવ સર્જાય છે. આ બાબત તે સ્પષ્ટ કરે છે કે શા માટે જે વિદ્યાર્થીઓ હાથ વડે લખે છે તેઓની યાદશક્તિ શા માટે સારી હોય છે, હાથેથી લખવામાં જોડણીનો ખ્યાલ ઊંડી સમજને ઊંડી અને નક્કર બનાવે છે. તારણો હસ્તલેખન અને કર્સિવને અભ્યાસમાં પાછા લાવવાની વધતી ચળવળ ટેકનોલોજી સાથે જ્ઞાનાત્મક વિકાસને મજબૂત કરતી પ્રથાઓને સંતુલિત કરે છે.
સ્ક્રીનનું વર્ચસ્વ વધવા સાથે સંશોધકો ચેતવણી આપે છે કે હસ્તલેખનને સંપૂર્ણપણે બદલવાનો અર્થ વિચારવા અને શીખવા માટે એક આવશ્યક સાધન ગુમાવી શકે છે.
ગોકળગાયની રહસ્યમય નિંદ્રા
પ્રકૃતિએ આ સૃષ્ટિ પર જે જૈવિક વૈવિધ્યનું સર્જન કર્યું છે તેનો જો તમે અભ્યાસ કરશો તો ઝૂમી ઉઠશો. પ્રત્યેક જીવ પોતાની ભીતર એક આખું અલગ જ વિશ્વ લઈને બેઠું છે. તેમનો આહાર, તેના જીવનના અવલંબનો અને આદતોમાં આટલું અલગપણું હોવા છતાં સહુ કોઈ જીવી રહ્યા છે, આ પૃથ્વી પરની ઇકો સિસ્ટમમાં ચૂપચાપ પોતાની ભૂમિકા અદા કરી રહ્યા છે.
ગોકળગાયની જ વાત કરીએ તો ધરતી પરના આ નાના એવા જીવની નિંદ્રા બહુ અજીબ છે. વિપરીત વાતાવરણમાં ટકી રહેવા ગોકળગાય પાસે એક અકલ્પ્ય પદ્ધતિ છે. ગરમ, શુષ્ક હવામાન અથવા ઠંડા સમયગાળા દરમિયાન, હાઇબરનેશન દરમિયાન તે ખુબ ઊંડી અને અત્યંત દીર્ઘ નિંદ્રામાં પોતાની જાતને ઉતારી દે છે.
આ સુષુપ્ત અવસ્થામાં તેનું ચયાપચય નાટકીય રીતે ધીમું પડી જાય છે, જેનાથી તેઓ ઊર્જા બચાવી શકે છે અને આશ્ચર્યજનક સમય માટે ખોરાક કે પાણી વિના જીવી શકે છે.
અમુક કિસ્સાઓમાં તો કેટલાક ગોકળગાય ત્રણ વર્ષ સુધી નિષ્ક્રિય રહેતા જોવા મળે છે, એ રીતે તે સારી, અનુકૂળ સ્થિતિ પાછી આવવાની રાહ જુએ છે.
ભૂમિ ગોકળગાય લગભગ 5 થી 10 વર્ષ જીવે છે તે ધ્યાનમાં લેતા, આ નોંધપાત્ર અનુકૂલનનો અર્થ છે કે તેઓ તેમના જીવનનો લગભગ એક તૃતીયાંશ ઊંઘમાં વિતાવી શકે છે – સહનશક્તિની કળામાં કુદરતની તેજસ્વીતાનું આ મુક પ્રમાણપત્ર છે.



