ખાસ-ખબર ન્યૂઝ પાળીયાદ , તા.14
ગુજરાત રાજ્યના નવનિયુક્ત કેબિનેટ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા (સામાજિક ન્યાય તથા શિક્ષણ વિભાગ) એ આજરોજ, તા. 13/11/2025, ગુરુવારના રોજ પાળીયાદ ખાતે આવેલી પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યાની મુલાકાત લીધી હતી. તેમણે શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર શ્રી વિહળાનાથના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. આ પવિત્ર પ્રસંગે મંત્રીશ્રીએ પરમ પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મળાબાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને પૂજ્ય શ્રી ભયલુબાપુ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. ડો. વાજાએ આ પછી શ્રી બણકલ ગૌશાળા, અશ્વશાળા અને સંત નિવાસ (કૈલાશ)ની પણ મુલાકાત લીધી હતી. સર્વત્ર રહેલી સ્વચ્છતા, સુવ્યવસ્થા અને ઉત્તમ સેવા ભાવના જોઈને તેમણે હર્ષ વ્યક્ત કર્યો હતો અને સમગ્ર વ્યવસ્થાપનને બિરદાવ્યું હતું. આ મુલાકાત દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પાલજીભાઈ પરમાર, જિલ્લા ઉપાધ્યક્ષ વિનુભાઈ સોલંકી, રાણપુર અઙખઈ ચેરમેન કિશોરભાઈ ધાધલ સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી વિહળધામની આ ઉપસ્થિતિ સૌ માટે પ્રેરણારૂપ બની રહી હતી.
વિસામણબાપુની જગ્યામાં ઠાકર વિહળાનાથના દર્શન કર્યા: નિર્મળાબાના આશીર્વાદ લઈ ગૌશાળા – અશ્ર્વશાળાની વ્યવસ્થાને બિરદાવી



