ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14
રાજકોટ મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા મ્યુનિસિપલ કમિશનરના આદેશાનુસાર અને ટાઉન પ્લાનિંગ ઓફિસરના માર્ગદર્શન હેઠળ વેસ્ટ ઝોનના વોર્ડ નં. 11 અને 12માં અનધિકૃત બાંધકામ સામે ડિમોલીશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આસામી દ્વારા અનામત પ્લોટ તથા વોંકળા પર કરવામાં આવેલા અનધિકૃત દબાણોને દૂર કરવામાં આવ્યા હતાં. ડિમોલીશન દરમિયાન ટાઉન પ્લાનીંગ શાખાના ટાઉન પ્લાનર, આસિ. ટાઉન પ્લાનર, એન્જિનિયરીંગ સ્ટાફ, સરવેયર ટીમ સાથે જગ્યા રોકાણ શાખા, ફાયર વિભાગ, રોશની વિભાગ, વિજિલન્સ સ્ટાફ અને પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહીને કામગીરી સુનિશ્ચિત કરી હતી.
અનામત પ્લોટ પર દુર કરાયેલા દબાણ
- Advertisement -
મવડી વિસ્તાર (વોર્ડ 12)
આકાશદીપ સોસાયટી વિસ્તારમાં 4 ઝુંપડા, લાકડાનું સ્ટ્રક્ચર, 2 કાચા-પાકા મકાન, તથા 4 મકાન દુર કરાયા
કુલ ખુલ્લું કરાવાયેલ ક્ષેત્રફળ: 11,660 ચો.મી.
અંદાજીત જમીન કિંમત: રૂ. 108.37 કરોડ
ટી.પી. સ્કીમ નં. 27 – મવડી વિસ્તાર (વાર્ડ 12)
સવન સર્કલ નજીકના વિસ્તારમાં 4 ઝુંપડાઓ દૂર કરીને 3,367 ચો.મી. જમીન મુક્ત કરાઈ
ટી.પી. સ્કીમ નં. 26 – મવડી વિસ્તાર (વાર્ડ 11)
કસ્તુરી કાસા એપાર્ટમેન્ટ સામે 4 ઝુંપડાઓ દૂર કરીને 2,645 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ
વોંકળા પર દુર કરાયેલા દબાણ
મવડી ગામતળા તથા મોટામવા સ્મશાન સામે (વાર્ડ 11)
વોંકળા પર આવેલા 6 ઝુંપડાઓનું ડિમોલીશન
કુલ વિસ્તાર: 450 ચો.મી.



