ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળિયાના નેતૃત્વમાં ઉઅઢ-ગછકખ હેઠળ મહિલા સશક્તિકરણ: જઇંૠતને રૂ. 5,000 કરોડથી વધુનું ફંડ અને લોન વિતરણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ’આત્મનિર્ભર ભારત’ના લક્ષ્યને સાકાર કરવા માટે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ’હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર સંચાલિત ગુજરાત લાઈવલીહુડ પ્રોમોશન કંપની લિમિટેડ (GLPC) આ અભિયાનને સફળ બનાવવામાં અને જરૂરિયાતમંદ ગ્રામીણ મહિલાઓના આર્થિક ઉત્કર્ષમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે.
રાજ્યમાં દીનદયાલ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (ઉઅઢ-ગછકખ)નો અમલ ૠકઙઈ દ્વારા કરવામાં આવે છે. આ યોજનાની શરૂઆતથી નવેમ્બર-2025 સુધીમાં અંદાજે 28.69 લાખ ગ્રામીણ પરિવારોમાંથી કુલ 2.86 લાખ સ્વ-સહાય જૂથો (GLPC)ની સ્થાપના કરવામાં આવી છે. ૠકઙઈ દ્વારા જઇંૠતને ₹1,432 કરોડથી વધુનું રિવોલ્વિંગ ફંડ અને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ આપવામાં આવ્યું છે. આ જૂથોને ₹3,652 કરોડ કરતાં વધુની કેશ ક્રેડિટ-લોન પણ વિતરિત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ’લખપતિ દીદી’ પહેલ હેઠળ અત્યાર સુધીમાં કુલ 5.96 લાખ મહિલાઓ ’લખપતિ દીદી’ બની છે. કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે 12 હજારથી વધુ કૃષિ સખીઓને તાલીમ અપાઈ છે અને કૃષિ વિભાગના સહયોગથી 125 બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. રાજ્યની અંદાજે 2.77 લાખ મહિલાઓ પાક આધારિત પ્રવૃત્તિઓ અને 6.11 લાખ મહિલાઓ પશુપાલન ક્ષેત્રમાં સંકળાયેલી છે. જઇંૠની મહિલાઓ ખાદ્ય ઉત્પાદનો, હસ્તકલા, માટીકામ, ટેક્સટાઇલ ઉત્પાદન, બેંક પ્રતિનિધિ અને સર્વિસ સેગમેન્ટ સાથે પણ સંકળાયેલી છે. ચાલુ વર્ષે 50 જેટલી નવી કેન્ટીનની સ્થાપના સાથે કુલ 200 મંગલમ કેન્ટીનો થકી મહિલાઓને આજીવિકા મળી રહી છે. રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં 200થી વધુ સરસ ફેર, પ્રાદેશિક મેળા, અને સખી ક્રાફ્ટ બજારનું આયોજન કર્યું છે, જેમાં 5,950થી વધુ જઇંૠતને માર્કેટિંગ પ્લેટફોર્મ મળ્યું છે અને તેમણે ₹48 કરોડથી વધુનું વેચાણ કર્યું છે.
- Advertisement -
1. જી-સફલ યોજના: આગામી પાંચ વર્ષમાં ₹500 કરોડનું રોકાણ કરીને 50 હજાર અંત્યોદય પરિવારોને ગ્રામિણ આજીવિકા આધારિત ઉદ્યોગો માટે સહાય અપાશે. 2. જી-મૈત્રી યોજના: ₹50 કરોડના સ્ટાર્ટઅપ ફંડ સાથે 10 લાખ ગ્રામિણ મહિલાઓને આજીવિકા મળી રહેશે. નોંધનીય છે કે, કેન્દ્ર સરકારનું ઉઅઢ-ગછકખ મિશન 2011માં શરૂ થયું હતું, જેનો હેતુ ગ્રામીણ ગરીબ મહિલાઓને જઇંૠતમાં સંગઠિત કરી આજીવિકાનું વિવિધિકરણ, આવકમાં વધારો અને જીવનની ગુણવત્તામાં સુધારો લાવવાનો છે.



