ઘરની ઇલેક્ટ્રોનિક્સ રિપેરથી લઈ વ્હીકલ મેન્ટેનન્સ અને ક્લીનિંગ સર્વિસ જેવી રોજિંદી જરૂરિયાતો સરળતાથી થશે પૂરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આજે દેશભરમાં સરકાર મેક ઇન ઇન્ડિયા અને સ્વરોજગારીને પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે રાજકોટના બે યુવાનની આ અનોખી ડિજિટલ પહેલ લોકો અને કારીગરો બંને માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ પ્લેટફોર્મ સ્થાનિક કરીગરોને ડિજિટલ યુગ સાથે જોડીને બજારમાં તેમની પહોંચ વધારવા માટે માધ્યમ બનશે, જ્યારે લોકો માટે ઘરબેઠાં સરળ, ઝડપી અને વિશ્વસનીય સર્વિસનું એક જ સ્થાન ઉપલબ્ધ કરશે. જજ્ઞસીષશ આા સ્થાનિક સ્ટાર્ટઅપ અને શહેરના સર્વિસ સેક્ટરમાં નવી ઉર્જાનો સંચાર કરે છે.
રાજકોટના બે યુવા ઉદ્યોગસાહસીઓએ શહેરના કરીગરોને નવી દિશા અને લોકોના દૈનિક જીવનને નવી સુવિધા આપવા માટે એક અનોખી પહેલ કરી છે. રામકૃષ્ણ પ્રજાપતિ અને કિશન પ્રજાપતિએ સ્થાનિકસ્તરે જજ્ઞસીષશ આા નામનું એક આધુનિક ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કર્યું છે, જે રાજકોટના કરીગરોને ટેક્નોલોજી સાથે જોડીને તેમની રોજગારી વધારવાનો પ્રયાસ કરે છે. સાથે જ શહેરવાસીઓને ઘરબેઠાં એક ક્લિકમાં સર્વિસ પ્રોવાઇડર મળવાની સુવિધા આપે છે. જજ્ઞસીષશ આા રાજકોટનું પ્રથમ એવું ડિજિટલ પ્લેટફોર્મ ગણાય છે જ્યાં શહેરના દરેક પ્રકારના કરીગરો અને સર્વિસ પ્રોવાઇડરો ઉપલબ્ધ થાય છે. ઘરની ઇલેક્ટ્રોનિક્સ રિપેરથી લઈને વ્હીકલ મેન્ટેનન્સ, મોબાઇલ રિપેર, ક્લીનિંગ સર્વિસ, બ્યુટી સેલોન, મેડિકલ શોપ જેવી રોજિંદી જરૂરિયાતોની દરેક સર્વિસ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. આ એપનો મુખ્ય હેતુ છે કરીગરોને રોજગારીની નવી તક આપવી, ડિજિટલ યુગ સાથે સ્થાનિક ટેલેન્ટને જોડવું અને લોકોને તેમની જરૂરિયાત મુજબ સર્વિસ ઘરબેઠાં સરળતાથી ઉપલબ્ધ કરાવવી.
આજના સમયમાં જ્યારે મોટાભાગના વ્યવસાય ડિજિટલ બનતા જાય છે, ત્યારે શહેરી વિસ્તારના નાના-મોટા કરીગરો ઘણી વાર ટેક્નોલોજીથી દૂર રહી જતા હોય છે. આ ખામી પૂરી કરવા માટે બંને યુવાનોએ આ એપ્લિકેશન તૈયાર કરી. તેમની ઇચ્છા છે કે આ પ્લેટફોર્મ શહેરના હજારો કરીગરોને સીધી રોજગારી અને ગ્રાહકો સાથેનો કનેક્શન આપીને તેમના આવક સ્ત્રોતમાં વધારો કરે. જેથી લોકો માટે સમય બચત, વિશ્વસનીય સર્વિસ અને તાત્કાલીક સુવિધાઓ સરળ બનશે. રામકૃષ્ણ અને કિશન પ્રજાપતિનું માનવું છે કે રાજકોટ જેવા વિકાસશીલ શહેરમાં આવી એક એપ્લિકેશન સમયની માંગ હતી. યુવાનોની આ સ્ટાર્ટઅપ પહેલ શહેરના ડિજિટલ સર્વિસ સેક્ટરમાં નવી ઉર્જા અને રોજગાર સર્જનનો માર્ગ ખોલે છે. આ એપ ગુજરાતના અન્ય શહેરોમાં પણ ઉપયોગી બની શકે તેવી સંભાવના છે. જજ્ઞસીષશ આા લોકો અને કરીગરો વચ્ચે એક મજબૂત ડિજિટલ બ્રિજનું કામ કરે છે જેમાં પારદર્શિતા, સમયનું મૂલ્ય અને ઝડપી સર્વિસ સામેલ છે. આ એપ્લિકેશન વિશે વધુ માહિતી અથવા જોડાવા માટે જજ્ઞસીષશ આાના સ્થાપકો રામકૃષ્ણ અને કિશન પ્રજાપતિનો મોબાઇલ નંબર 9909094033 પર સંપર્ક કરી શકાશે આપવામાં આવ્યો છે. રાજકોટના બે યુવાનોની આ પહેલ સાબિત કરે છે કે યોગ્ય વિચાર, મહેનત અને ટેક્નોલોજી સાથે મિશન તેમની કેવળ પોતાના માટે નહીં, પરંતુ આખા શહેર માટે વિકાસની નવી દિશા આપી શકે છે.



