ચેરમેન નંદુબેન વાઘેલાએ PO ભાવનાબેન જીડીયા સામે SPને લેખિત ફરિયાદ આપી: બંને તરફથી પોલીસમાં ‘જાણવાજોગ’ અરજી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.13
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના ઈંઈઉજ વિભાગમાં મહિલા બાળ વિકાસ ચેરમેન નંદુબેન વાઘેલા અને પ્રોગ્રામ ઓફિસર (ઙઘ) ભાવનાબેન જીડીયા વચ્ચે કોન્ટ્રાક્ટ બિલ અને ઓછા ભાવે ટેન્ડર આપવાના મુદ્દે ગંભીર વિવાદ સર્જાતા જિલ્લા પંચાયત કચેરીમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ચેરમેન નંદુબેન વાઘેલાએ ઙઘ ભાવનાબેન જીડીયા પર તેમની ચેમ્બરમાં આવીને લાફો મારવા, જાતિ અપમાનજનક શબ્દો બોલવા અને દહેશત ફેલાવવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. ચેરમેનના મતે, કોન્ટ્રાક્ટરના બિલ પાસ ન થવા અંગે રજૂઆત કરતાં ઙઘએ તેમને અપશબ્દો બોલી માર માર્યો હતો. ચેરમેને આ મામલે જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ ન લેવાતા આખરે એસપીને લેખિત રજૂઆત કરી છે. બીજી તરફ, ઙઘ ભાવનાબેન જીડીયાએ પોતાના પરના તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. ઙઘ એ જણાવ્યું કે વાહનના ટેન્ડરની નિયમાનુસાર કાર્યવાહી બાબતે ચર્ચા દરમિયાન ચેરમેન ઉગ્ર થયા હતા અને હુમલો કરવાની તૈયારી કરતા હતા, જેથી તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. ઙઘ એ પણ જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ અરજી આપી છે. ડીવાયએસપી પાર્થ પરમારે જણાવ્યું હતું કે, આ મામલે બંને તરફથી જાણવાજોગ અરજીઓ લેવામાં આવી છે અને તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોન્ટ્રાક્ટ બિલ મુદ્દે થયેલી આ બબાલથી તંત્રનો સ્ટાફ સ્તબ્ધ છે.



