રાજુલા તાલુકાના કાતર-કોટડી-આગરિયા રોડ પર રીસર્ફેસિંગની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થશે
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રોડ – રસ્તાઓનું રીસર્ફેસિંગ કામ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. રાજુલા તાલુકાના કાતર-કોટડી-આગરિયા રોડ પર રીસર્ફેસિંગની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થશે. તાજેતરમાં અમરેલી જિલ્લામાં કુલ 298.08 કિ.મીના 71 રસ્તાઓના રીસર્ફેસિંગના કામો મંજૂર કરવામાં આવ્યાં છે. અને જિલ્લામાં રસ્તાઓની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે.
- Advertisement -
આ સાથે રસ્તાઓના રીસર્ફેસિંગ માટે પણ જરૂરી વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના રોડ-રસ્તાનું રીસર્ફેસિંગ કામ પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યુ છે. રાજુલા તાલુકાના કાતર-કોટડી-આગરિયા રોડ પર રીસર્ફેસિંગ કામ પ્રગતિમાં છે જે ટૂંક સમયમાં પૂર્ણ થશે. નાગરિકોને સારા રોડ રસ્તાની સુવિધાઓ મળશે ઉપરાંત વાહન વ્યવહાર સુગમ બનશે જેથી અવરજવર કરી રહેલા વાહનચાલકોને ફાયદો થશે.



