ભારતનો છૂટક ફુગાવો સપ્ટેમ્બરમાં 0.54% થી ઓક્ટોબરમાં 0.25% પર તીવ્ર ઘટાડો થયો, જે એક દાયકામાં તેના સૌથી નીચા સ્તરને ચિહ્નિત કરે છે, જે ખાદ્યપદાર્થોના ભાવમાં સતત ઘટાડો અને તાજેતરના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) દરમાં ઘટાડો દ્વારા સંચાલિત છે.
મોંઘવારી બાબતે કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે ઓક્ટોબર 2025માં દેશનો રિટેલ ફુગાવાનો દર ઘટીને 0.25%ના વિક્રમી નીચલા સ્તરે પહોંચી ગયો છે. આ દર કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI)ની હાલની સિરીઝમાં અત્યાર સુધીનો સૌથી ઓછો નોંધાયો છે, એટલે કે જાન્યુઆરી 2012થી આજ સુધીનો આ સૌથી નીચો ફુગાવા દર છે. પણ તેમ છતાં વસ્તુઓ તો સસ્તી થઈ રહી નથી, તો પછી ફુગાવામાં આ ઘટાડાનો અર્થ શું છે? જો મોંઘવારીના દરમાં ઘટાડો થાય છે તો, તેની અસર વસ્તુની કિંમત પર પણ દેખાવી જોઈએ!
- Advertisement -
રિટેલ મોંઘવારી દર 14 વર્ષના નીચલા સ્તરે
ખરેખર, જુલાઈ 2025માં રિટેલ ફુગાવાનો દર (CPI આધારિત) ગગડીને 1.55% પર પહોંચી ગયો હતો, જે જૂન 2012 પછીનો સૌથી નીચો સ્તર છે. એટલે કે, મોંઘવારી 14 વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ.
ફુગાવા દરમાં ઘટાડો છતાં સામાન્ય માણસને રાહત કેમ નથી?
- Advertisement -
ખાદ્ય વસ્તુઓ અને શિક્ષણ પર અસર
ભલે ખાદ્ય ફુગાવાનો દર ઘટીને -1.76% થયો હોય, તેમ છતાં દાળ, તેલ, મસાલા અને ટામેટાં જેવી આવશ્યક વસ્તુઓના ઊંચા ભાવને કારણે સામાન્ય પરિવારના રસોડાનું બજેટ હજી પણ પ્રભાવિત થાય છે. વળી, પેટ્રોલ, ડીઝલ અને LPGના ભાવ સ્થિર હોવા છતાં કેટલાક પરિવાર માટે ઊંચા છે. તેમજ ખાવા-પીવાની વસ્તુઓની તુલનામાં શિક્ષણ અને આરોગ્ય સેવાઓ વધુ મોંઘી થઈ છે, જેના સતત વધતા ખર્ચાથી મધ્યમ વર્ગ વધુ પરેશાન છે.
ફુગાવાનો દર ઘટવાનો અર્થ એ છે કે કિંમતો વધવાની ગતિ ધીમી પડી છે, નહીં કે કિંમતો ઘટી ગઈ છે. જોકે, મોટાભાગના લોકોની આવકમાં વધારો મોંઘવારીની સરખામણીમાં ઓછો રહ્યો છે, તેથી ઓછો પગાર વધારો થવાને કારણે લોકોને મોંઘવારીની સમસ્યા રહે જ છે. NSSO (રાષ્ટ્રીય સેમ્પલ સર્વે ઓફિસ)ના આંકડા મુજબ, 2024-25માં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રિયલ વેજ ગ્રોથ (મોંઘવારીને ધ્યાનમાં લીધા પછીની આવક વૃદ્ધિ) 1-2%થી પણ ઓછી રહી છે.
બિનજરૂરી ખર્ચ અને લાઈફસ્ટાઈલ
બિનજરૂરી ખર્ચ ઘરના બજેટ પર દબાણનું મુખ્ય કારણ છે, કારણ કે મોટાભાગના લોકો આવક કરતાં વધુ ખર્ચ કરી રહ્યા છે. મોંઘા સ્માર્ટફોન, ઇન્ટરનેટ, OTT સબ્સક્રિપ્શન અને બહાર જમવાના વધતા કલ્ચરને કારણે આ બિન-જરૂરી ખર્ચાઓ હવે ‘જરૂરી’ માનવામાં આવે છે, જે આવક અને બજેટને સીધી અસર કરે છે.
ક્રેડિટ કાર્ડ અને શોપિંગ કલ્ચરની અસર
આજના સમયમાં સસ્તા વિકલ્પો હોવા છતાં મધ્યમ વર્ગમાં બ્રાન્ડેડ કપડાં અને પગરખાં ખરીદવાનું ચલણ વધ્યું છે. આનું મુખ્ય કારણ ક્રેડિટ કાર્ડ, ઓનલાઈન શોપિંગ અને મૉલ કલ્ચર છે, જેણે ખરીદીનો દૃષ્ટિકોણ બદલ્યો છે. પરિણામે, લોકો ઑફરના ચક્કરમાં બિનજરૂરી વસ્તુઓ પણ ખરીદી લે છે, જેનો તેઓ પાછળથી ક્યારેય ઉપયોગ પણ કરતા નથી.
અનિયંત્રિત ખરીદી અને દેવાનો બોજ
ખરીદીની રીત બદલાઈ ગઈ છે: હવે લોકો લિસ્ટ બનાવ્યા વગર સીધા મૉલમાં જઈને ક્રેડિટ કાર્ડના આધારે બજેટ બહારની વસ્તુઓ ખરીદે છે. આ ઉપરાંત, સામાન્ય માણસ ઘરનું ભાડું અને EMIના બોજથી પરેશાન છે, સરળ હોમ લોન અને ક્રેડિટ કાર્ડ પરની ખરીદીને કારણે દેવાનો બોજ, વ્યાજ અને લેટ ફી વધી છે. નોંધનીય છે કે, ફુગાવાનો દર માત્ર રાષ્ટ્રીય સરેરાશ દર્શાવે છે, જ્યારે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં તેની અસર અલગ-અલગ હોય છે. વળી, વસ્તુઓ પરના GST અને સ્થાનિક કરને કારણે મોંઘવારી ઓછી હોવા છતાં વાસ્તવિક ખર્ચ વધુ રહે છે.
બિનજરૂરી ખર્ચ ઘટાડવા માટે શું કરવું?
ઑનલાઇન ખરીદી પહેલાં જરૂરિયાત નક્કી કરો અને સસ્તા/લોકલ વિકલ્પો પસંદ કરો.
ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઓછો કરો અને વ્યાજ ટાળવા માટે દર મહિને પૂરું બિલ ચૂકવો; ઊંચા વ્યાજવાળા દેવા (જેમ કે પર્સનલ લોન) ને વહેલી તકે ચૂકવવા પ્રાથમિકતા આપો.
બહાર ખાવાનું ટાળો, જથ્થાબંધ રાશન ખરીદો અને મોસમી શાકભાજીનો ઉપયોગ કરો.
જાહેર પરિવહન/કારપૂલિંગ નો ઉપયોગ કરીને ઇંધણ ખર્ચ ઘટાડો.
બિનજરૂરી ખર્ચ અને જીવનશૈલીના બોજને નાણાકીય અનુશાસન, બજેટિંગ અને સ્માર્ટ રોકાણ દ્વારા નિયંત્રિત કરી શકાય છે, જેનાથી આર્થિક રાહત મેળવવા માટે આવક વધારવા અને ખર્ચને પ્રાથમિકતા આપવી જરૂરી છે.




