બંન્ને પિતા પુત્ર વિરુદ્ધ ફરજ રુકાવટ અને જાતિ અપમાનીતનો ગુનો નોંધાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
- Advertisement -
સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા દલપતભાઈ કુબેરભાઈ પરમાર પાસે આગાઉ વિપુલભાઈ રાવલ અને તેઓના પુત્રની વિરુદ્ધમાં અરજી આવેલ હોય જેની તપાસ બાકી હોવાથી પોલીસકર્મી દ્વારા બંને પિતા પુત્રને અરજીના કામે નિવેદન માટે પોલીસ મથકે બોલાવ્યા હતા જ્યારે બંન્ને પિતા પુત્ર પોલીસ મથકે આવ્યા બાદ પોલીકર્મચારી પર ભડકી એકદમ ઉશ્કેરાઈ જઇ માથાકુટ કરી જતી પ્રત્યે અપમાનિત કરી ધમકી આપી હતી જે અંગે પોલીસ કર્મચારી દ્વારા વિપુલભાઈ રાવલ તથા તેના પુત્ર વિરુદ્ધ ફરજમાં રુકાવટ અને જાતિ પ્રત્યે અપમાનિત કરવાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



