ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-1 ખાતે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના કાર્યાલયની સ્નેહસભર શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ અર્જુનભાઈ મોઢવાડિયાને શુભેચ્છા પાઠવી હતી તેમજ રાજ્યના સર્વાંગી વિકાસ માટે સમર્પિત ભાવથી કાર્ય કરવાની પ્રેરણા આપી હતી. મુખ્યમંત્રીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ ગુજરાત સતત પ્રગતિના નવા આયામો સર કરી રહ્યું છે, તેવી ભાવના પણ આ મુલાકાત દરમ્યાન વ્યક્ત થઈ હતી. કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીનું પ્રેરણાદાયી નેતૃત્વ રાજ્યના દરેક વિભાગમાં નવી ઉર્જા અને ઉત્સાહ પૂરું પાડે છે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતના સર્વાંગી અને સુસંગત વિકાસ માટે સરકાર એકજ ધ્યેય સાથે કાર્યરત છે અને મુખ્યમંત્રીએ આપેલી શુભેચ્છા અને માર્ગદર્શન આ યાત્રાને વધુ મજબૂત બનાવશે.



