અયોધ્યા, કાશી- મથુરા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષામાં વધારો: જાહેર સ્થળોએ પોલીસ તહેનાત
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
સોમવારે સાંજે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ બ્લાસ્ટ બાદ, 11 રાજ્યોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દિલ્હી-ગઈછ, હરિયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, ગુજરાત અને છત્તીસગઢનો સમાવેશ થાય છે. તમિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પણ પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઈઈંજઋએ ઈંૠઈં એરપોર્ટ અને મેટ્રો સ્ટેશનો સહીત દિલ્હી-ગઈછ હાઇ એલર્ટ પર રાખ્યું છે. મહારાષ્ટ્રમાં પણ પોલીસ હાઇ એલર્ટ પર છે. મુંબઈમાં મુખ્ય સ્થળો, નાગપુરમાં છજજ હેડક્વાર્ટર સહીત રાજ્યના મુખ્ય સ્થળોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશના સંવેદનશીલ જિલ્લાઓ, જેમ કે અયોધ્યા, કાશી અને મથુરામાં પોલીસ એલર્ટ પર છે. મંદિરો, બજારો, રેલવે સ્ટેશનો અને જાહેર સ્થળોએ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ક્વિક રિસ્પોન્સ ટીમો (QRTs) અને આતંકવાદ વિરોધી ટુકડીઓ (ATS)ને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. રાજ્યોના તમામ જિલ્લા સ્તરના યુનિટ કમાન્ડરો અને શહેર કમિશનરોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. જાહેર સ્થળોએ શંકાસ્પદ વસ્તુઓની ઓળખ કરવા માટે ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમો પણ તહેનાત કરવામાં આવી છે. દિલ્હી વિસ્ફોટો બાદ, ઉત્તરપ્રદેશ હાઇ એલર્ટ પર છે. વિસ્ફોટમાં અમરોહાના રહેવાસી અશોક સિંહનું મોત થયું હતું. દેવરિયા, આગ્રા અને ગાઝિયાબાદના ત્રણ લોકો પણ ઘાયલ થયા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશને પગલે, અયોધ્યા, કાશી અને મથુરા જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં પોલીસને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે.



