વ્યાજખોરના ત્રાસથી નાના ભાઈએ ઘર છોડયા બાદ મોટાભાઈને ટાર્ગેટ કરી હુમલો કર્યો હતો
પકડાયેલા 5 પૈકી 4 આરોપીની ઓળખપરેડ બાકી હોવાથી નામ જાહેર કર્યા નથી : પીઆઇ શર્મા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઘર છોડી દેનાર યુવકના પિતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ લાપતા યુવકના ભાઈ એવા તલાટી મંત્રીને કાલાવડ રોડ પરના વડ વાજડી ગામના ગેઇટ પાસે આંતરી બે રેવન્યુ મંત્રી પર હુમલો કરી હત્યાનો પ્રયાસ કરનાર કુખ્યાત શખ્સ સહિત પાંચ શખ્સોને મેટોડા પોલીસે પકડી આકરી સરભરા કરી હતી.
- Advertisement -
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગઈ તા.06ના સાંજે કાલાવડ રોડ પર વડ વાજડી ગામના ગેઇટ પાસે ફરીયાદી તલાટી મંત્રી દિલીપભાઈ વિરડા તેમના સાથે તલાટી મંત્રી સાથે પોતાની કાર લઇને કાલાવડથી નોકરી પુરી કરી રાજકોટ પોતાના ઘરે જતા હતા ત્યારે ત્રણ અજાણ્યા શખ્સોએ કાર આડે પોતાનુ બાઈક નાખી વડવાજડી ગામના ગેઇટ પાસે ફરીયાદીની કારને આંતરી ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કરી કારમાં તોડફોડ કરી દરવાજો ખોલી યુવકને ગાળો આપી તારો ભાઇ વિશાલ કયા છે? વિજયભાઇના પૈસા દેતો નથી, જવાબ દેતો નથી, વિજયભાઇએ કિધુ છે આજ તો તને પતાવી જ દેવો છે તેમ કહી ધોકાથી માર માર્યો હતો હાથ-પગમાં ધોકા ફટકારી ફેક્ચર જેવી ગંભીર ઇજાઓ કરી તેમજ સાથેના વિપુલભાઇને પણ આરોપીઓએ ધોકા વડે માર મારી ઇજા કરી હુમલાખોરો નાશી ગયા હતાં આ અંગે મેટોડા પોલીસમાં હત્યાની કોશિષ સહિતની ફરિયાદ નોંધાવી હતી દરમિયાન બનાવની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા બનાવમાં સંડોવાયેલ શખ્સોને તાત્કાલીક પકડી પાડવાની આપેલી સુચના અન્વયે ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ મેટોડા જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ એસ.એચ.શર્માની રાહબરીમાં પોલીસની અલગ અલગ ટીમોએ બાતમી આધારે ત્રણેક શખ્સોને પકડી પુછપરછ કરતા પોતે વિજય મકવાણાના પૈસાની ઉઘરાણી કરવા દિલીપ ઉર્ફે પીન્ટો ભીખુ રાઠોડના કહેવાથી ફરીયાદી ઉપર જીવલેણ હુમલો કર્યાની કબુલાત આપતાં પોલીસે મૂળ જોડિયાના હાલ રાજકોટના શાસ્ત્રીનગરમાં રહેતા મુખ્ય સૂત્રધાર વિજય નારણ મકવાણા સહિતના પાંચ શખ્સોને ઝડપી લઇ ઓળખ પરેડ કરાવવા તજવીજ હાથ ધરી છે મેટોડા પીઆઇ શર્માએ જણાવ્યું હતું કે પકડાયેલ પાંચ પૈકી ચાર આરોપીઓની ઓળખપરેડ બાકી હોવાથી નામ જાહેર કર્યા નથી તેની ઓળખ પરેડ થયા બાદ નામ જાહેર કરવામાં આવશે પકડાયેલ આરોપી વિજય મકવાણા વિરુદ્ધ ધ્રોલ, આટકોટ, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ, ગાંધીગ્રામ, યુનિવર્સીટી પોલીસ મથકમાં હથીયાર, રાયોટીંગ, મનીલેન્ડ સહિતના ગંભીર ગુના નોંધાઈ ચુક્યા છે.



