ભારતમાં ઑફલાઇન UPI ચુકવણીઓ કરવા માટે USSD સેવાને કેવી રીતે ઍક્સેસ કરવી તે અંગે અહીં એક સ્ટેપ બાય સ્ટેપની માર્ગદર્શિકા છે.
UPI પેમેન્ટ સર્વિસનો ઉપયોગ કરનાર યુઝર્સ માટે એક સારા સમાચાર છે. ઘણી વાર UPIનો ઉપયોગ કરતી વખતે એરર આવે છે. આ એરર ઇન્ટરનેટ કનેક્શન ન હોવાથી પણ આવી શકે છે. આથી હવે એક નવું ફીચર લાવવામાં આવી રહ્યું છે અને એની મદદથી યુઝર્સ ઓફલાઇન પેમેન્ટ પણ કરી શકશે. એટલે કે મોબાઇલમાં ઇન્ટરનેટ નહીં હોય તો પણ હવે પેમેન્ટ કરી શકાશે. જોકે આ માટે એક પ્રોસેસ છે અને એ સ્ટેપ બાય સ્ટેપ એને કરવી જરૂરી છે. આ માટે USSD સર્વિસનો ઉપયોગ કરવામાં આવે છે.
- Advertisement -
UPIથી ઓફલાઇન પેમેન્ટ કેવી રીતે કરશો?
ઇન્ટરનેટ વગર ઓફલાઇન UPIનો ઉપયોગ કરવા માટે એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે યુઝરનો મોબાઇલ બેન્ક એકાઉન્ટ સાથે લિંક હોય. આ લિંક યુઝર બેન્કમાં જઈને, ઓનલાઈન અથવા તો એપ્લિકેશનની મદદથી કરી શકે છે. આ માટે મોબાઇલ નંબર કનેક્ટ કરી UPI પિન સેટ કરવાનો રહેશે. ત્યાર બાદ નીચેના સ્ટેપ ફોલો કરવાના રહેશે.
એક મેનૂ આવશે એમાં UPI સાથે જોડાયેલી દરેક સર્વિસ જોવા મળશે. ઉદાહરણ તરીકે પૈસા મોકલવા, પૈસા મેળવવા અને બેલેન્સ ચેક કરવું વગેરે વગેરે.
- Advertisement -
ત્યાર બાદ મોબાઇલ પર સેન્ડ મની વિકલ્પ પસંદ કરવો અને પેમેન્ટનો ઓપ્શન પસંદ કરવો. આ દ્વારા UPIથી મોબાઇલ નંબર, UPI આઈડી પર અને સીધા બેન્ક એકાઉન્ટ નંબર પર પૈસા મોકલી શકાશે.
પૈસા મોકલવા માટે કયો વિકલ્પ પસંદ કરવો એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર બાદ તમામ માહિતી ભરવાની રહેશે. ત્યાર બાદ જે રકમ મોકલવી છે એ ત્યાં દાખલ કરવાની રહેશે.
ત્યાર બાદ પ્રોસેસ પૂરી કરવા માટે UPI પિન દાખલ કરવા માટે કહેવામાં આવશે.
ઓફલાઇન પેમેન્ટ માટે લાગશે ચાર્જ
UPIનો ઉપયોગ ફ્રીમાં કરી શકાય છે. જોકે એ માટે ઇન્ટરનેટ જરૂરી છે. ઓફલાઇન સર્વિસ માટે USSD સર્વિસનો ઉપયોગ કરવામાં આવે છે. આ સર્વિસ ફ્રીમાં નથી. આથી દરેક પેમેન્ટ માટે યુઝર્સે ચાર્જ આપવાનો રહેશે. આ સર્વિસનો ઉપયોગ ભારતભરમાં કરી શકાશે. દરેક ટેક્નોલોજી કંપની મોબાઇલ હેન્ડસેટ પર ઓફલાઇન સર્વિસનો ઉપયોગ કરવા માટે USSDનો ઉપયોગ કરે છે. આ જ સર્વિસ હવે UPI માટે પણ કરી શકાશે.




