ક્વિઝ કોમ્પિટિશનમાં સાચો જવાબ આપનાર વિદ્યાર્થીને ટી શર્ટ અને હેલ્મેટ એનાયત કરાયા
ગુજરાત રોડ સેફટી ઑથોરિટી, ગાંધીનગર અને યંગ ઇન્ડિયા દ્વારા આયોજન
- Advertisement -
હેલ્મેટ જિંદગી કઈ રીતે બચાવે તેની સમજ આપતા RTOના કેતન ખપેડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત રોડ સેફટી ઑથોરિટી, ગાંધીનગર અને યંગ ઇન્ડિયા દ્વારા રાજકોટ આર.ટી.ઓ. સાથે આર. કે યુનિવર્સિટીમા રોડ સેફટી અવેરનેસનો કાર્યક્રમ 07/11/2025ના રોજ યોજવામાં આવ્યો હતો. જેમાં રોડ સેફટી કમિશનર સતીશ પટેલ (Rtd. IAS), કેતન ખપેડ (RTO), જે વી શાહ (રોડ સેફ્ટી એક્સપર્ટસ), નમ્રતા ભટ્ટ (Yi પ્રેસિડેન્ટ), દેનીસ પટેલ (RKયુનિવર્સિટી. VP) ઉપસ્થિત રહી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને માર્ગ અક્સમાતથી બચવાં અને ઘટાડવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
આ સેમિનારમા આશરે 900 જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. જેમાં તેઓને ટ્રાફિકના નિયમોનું પાલન કઇ રીતે કરવું, અક્સમાતમા ઘાયલ વ્યક્તિને મદદ કઇ રીતે કરવી, રાહવીર બની અક્સમાતમા ઘાયલ લોકોની જિંદગી બચાવવાં આગળ આવવું, હેલ્મેટ જિંદગી કઈ રીતે બચાવે તેની પ્રેક્ટિકલ કરી સમજ અપાઇ અને ઓર્ગન ડોનેટ કરી લોકોને નવું જીવન દાન આપવું સહિતના અનેક મુદ્દાની વિગતવાર સમજ આપવામાં આવી હતી.
સતીશ પટેલ, કે એમ ખપેડ અને જે વી શાહ દ્વારા રોડ સેફટી અને અકસ્માત નિવારણ અંગે ઉંડાણ પૂર્વક સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ક્વિઝ કોમ્પિટિશન કરાવી જેમાં સાચો જવાબ આપનાર વિદ્યાર્થીને હેલ્મેટ અને ટી-શર્ટ આપી સમ્માનિત કરવામા આવ્યા હતા.



