‘વંદે માતરમ’નાં 150 વર્ષ, ટપાલ ટિકિટ-સિક્કા બહાર પાડ્યાં: PM મોદીએ કહ્યું, નવું ભારત જાણે છે કે આતંકવાદનો નાશ કરવા માટે દુર્ગા કેવી રીતે બનવું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાષ્ટ્રગીત વંદે માતરમને આજે શુક્રવારે 150 વર્ષ પૂર્ણ થયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં એક કાર્યક્રમમાં સંબોધન કર્યુ હતું. PMએ કહ્યું, ‘વંદે માતરમ એક મંત્ર, એક સ્વપ્ન, એક સંકલ્પ, એક ઉર્જા છે. આ ગીત ભારત માતાની આરાધના છે.’
PMએ કહ્યું- વંદે માતરમ ભારતની સ્વતંત્રતાની ઘોષણા હતી. તે દરેક યુગમાં સુસંગત છે. 1937માં, વંદે માતરમનો એક ભાગ કાઢી નાખવામાં આવ્યો હતો. તેને ટુકડા કરી દેવામાં આવ્યો હતો. વંદે માતરમના વિભાજનથી દેશમાં ભાગલાના બીજ વાવ્યા. તે વિભાજનકારી વિચારસરણી આજે પણ દેશ માટે એક પડકાર છે. ઙખ મોદીએ કહ્યું – વંદે માતરમના મૂળ સ્વરૂપમાં લખ્યું છે કે ભારત માતા સરસ્વતી, લક્ષ્મી અને દુર્ગા છે. જ્યારે દુશ્ર્મને આતંકવાદ દ્વારા ભારતની સુરક્ષા અને સન્માન પર હુમલો કરવાની હિંમત કરી, ત્યારે આખી દુનિયાએ જોયું કે નવું ભારત જાણે છે કે આતંકવાદનો નાશ કરવા માટે દુર્ગા કેવી રીતે બનવું. વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રગીતની 150મી વર્ષગાંઠ નિમિત્તે એક ટપાલ ટિકિટ અને એક સિક્કો બહાર પાડ્યો. તેમણે એક વર્ષ સુધી ચાલનારા સ્મૃતિ સમારોહનું ઉદ્ઘાટન કર્યું અને એક વેબસાઇટ લોન્ચ કરી. ઙખએ વંદે માતરમના સામૂહિક ગાયન કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. વડાપ્રધાનએ કહ્યું- વંદે માતરમની પંક્તિ – ‘સુજલામ, સુફલામ, મલયજ શીતલામ, શસ્યશ્યામલામ માતરમ’ પ્રકૃતિના દિવ્ય આશીર્વાદથી સુશોભિત આપણી માતૃભૂમિને નમન કરે છે.
મોદીએ કહ્યું, ‘વંદે માતરમ એક શબ્દ, એક મંત્ર, એક ઊર્જા, એક સંકલ્પ છે. વંદે માતરમ આપણને ઇતિહાસમાં લઈ જાય છે. એ આપણને આપણા ભવિષ્ય માટે નવી હિંમત આપે છે કે એવો કોઈ સંકલ્પ નથી, જે પૂર્ણ ન થઈ શકે, એવું કોઈ લક્ષ્ય નથી, જેને આપણે ભારતીયો પૂરું ન કરી શકીએ.’



