હરમપ્રીત કૌરની આગેવાની હેઠળની મહિલા વિશ્વ કપની વિજયી ટીમનું નવી દિલ્હીમાં સત્તાવાર નિવાસસ્થાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વાગત કર્યું હતું.
તાજેતરમાં આઈસીસી મહિલા વર્લ્ડ કપ-2025નો ખિતાબ જીતનારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગુરુવારે (6 નવેમ્બર) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે રાષ્ટ્રપતિ ભવનમાં મુલાકાત કરી છે. આ દરમિયાન રાષ્ટ્રપતિએ ટીમને તેમની ઐતિહાસિક જીત બદલ શુભેચ્છાઓ પાઠવી છે. આ પહેલા ટીમે બુધવારે (5 નવેમ્બર) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમે આઈસીસી મહિલા વર્લ્ડ કપની ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને પ્રથમ મહિલા વર્લ્ડ કપનો જીત્યો હતો.
- Advertisement -
રાષ્ટ્રપતિએ ટીમને આપ્યા
મુલાકાત દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ભારતીય ટીમની જર્સી ભેટમાં આપી હતી. રાષ્ટ્રપતિએ ટીમને અભિનંદન આપતા કહ્યું કે, તેમણે ઈતિહાસ રચ્યો છે અને યુવા પેઢી માટે આદર્શ બની ગયા છે. આ ટીમ ભારતનું પ્રતિબિંબ છે.’
હરમન ધોની-કપિલ-રોહિતના ક્લબમાં સામેલ
- Advertisement -
આ ઐતિહાસિક જીત સાથે હરમનપ્રીત કૌર ભારતની ચોથી કેપ્ટન બની ગઈ છે, જેણે ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો છે. કૌર પહેલા કપિલ દેવ, એમ.એસ.ધોની અને રોહિત શર્માએ ભારતને વિશ્વકપ અપાવ્યો હતો. આ રીતે મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત પણ હવે ગૌરવશાળી યાદીમાં સામેલ થઈ ગઈ છે.
દરમિયાન, રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરતા પહેલા, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે લોક કલ્યાણ માર્ગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ મુલાકાત લીધી હતી. વાર્તાલાપ દરમિયાન, ખેલાડીઓએ તેમને વિશ્વ કપ વિજેતા ટીમના તમામ સભ્યો દ્વારા ઓટોગ્રાફ કરેલી ટીમની જર્સી આપી.




