કંપનીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જને આપી જાણકારી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.6
ડિયાજિયો પીએલસીની ભારતીય શાખા, યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડ (USL)એ બુધવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ને પત્ર લખીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ફ્રેન્ચાઇઝી 2026 ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સીઝન પહેલા વેચી શકાય છે.
કંપનીએ પત્રમાં જણાવ્યું હતું કે તે તેની પેટાકંપની, રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (RCSPL)માં તેના રોકાણની સમીક્ષા શરૂ કરી રહી છે. આ પ્રક્રિયા RCB પુરુષ અને મહિલા બંને ટીમોને આવરી લેશે, અને કંપનીને અપેક્ષા છે કે આ સમીક્ષા 31 માર્ચ, 2026 સુધીમાં પૂર્ણ થઈ જશે.
એક મહિના પહેલા એવી અફવાઓ હતી કે રસી ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) લગભગ ₹17,000 કરોડમાં RCB ને હસ્તગત કરી શકે છે. ત્યારબાદ અદાર પૂનાવાલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર લખ્યું, “RCB યોગ્ય વેલ્યુએશન પર એક મહાન ટીમ છે.”
અગાઉ, RCB દારૂના વેપારી વિજય માલ્યાની માલિકીની હતી, પરંતુ જ્યારે 2016માં માલ્યા મુશ્કેલીમાં મુકાયા, ત્યારે ડિયાજિયોએ તેમની દારૂ કંપની તેમજ છઈઇ ખરીદી લીધી.
2008માં વિજય માલ્યાએ RCB ને 111.6 મિલિયનમાં ખરીદી હતી. તે સમયે રૂપિયામાં આ રકમ આશરે ₹476 કરોડ હતી. તે સમયે તે ઈંઙકની બીજી સૌથી મોંઘી ટીમ હતી. માલ્યાની કંપની, USL, RCB ની માલિકીની હતી.
2014માં ડિયાજિયોએ USLમાં બહુમતી હિસ્સો હસ્તગત કર્યો, અને 2016 સુધીમાં માલ્યાના બહાર નીકળ્યા પછી ડિયાજિયોએ RCB ની સંપૂર્ણ માલિકી મેળવી. હાલમાં, RCB નું સંચાલન USLની પેટાકંપની, રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (RCSPL) દ્વારા કરવામાં આવે છે.
USLના મેનેજિંગ ડિરેક્ટર અને ઈઊઘ પ્રવીણ સોમેશ્વરે જણાવ્યું હતું કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB ) હંમેશા કંપની માટે એક મહત્વપૂર્ણ બ્રાન્ડ રહી છે, પરંતુ તે તેના મુખ્ય વ્યવસાય એટલે કે દારૂ અને પીણાના વ્યવસાયનો ભાગ નથી.
તેમણે કહ્યું કે આ પગલું ભવિષ્યમાં સુધારેલ પ્રદર્શન અને સતત મજબૂતાઈ સુનિશ્ચિત કરવા માટે ઞજક અને ઉશફલયજ્ઞના ભારતમાં કામગીરીની સતત સમીક્ષાને પ્રતિબિંબિત કરે છે.
કંપનીએ એમ પણ કહ્યું કે તે ખાતરી કરશે કે RCB ટીમ અને તેના સહયોગીઓના હિતોનું સંપૂર્ણ રક્ષણ થાય.
અત્યાર સુધીની સૌથી મોંઘી USL ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ છે. જો RCB વેચાય છે, તો તે ઈંઙક ઇતિહાસનો સૌથી મોટો સોદો હશે. 2021માં USLમાં બે નવી ટીમો- લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ ઉમેરવામાં આવી.
ત્યારબાદ લખનઉને RCSPL ગ્રુપ દ્વારા ₹7,090 કરોડમાં અને ગુજરાતને USL કેપિટલ દ્વારા ₹5,625 કરોડમાં હસ્તગત કરવામાં આવ્યું હતું. આ અત્યાર સુધીના સૌથી મોટા ફ્રેન્ચાઇઝ સોદા માનવામાં આવે છે.
દરમિયાન, RCB નું મૂલ્ય લગભગ 2 બિલિયન (આશરે રૂ. 17,000 કરોડ) આંકવામાં આવી રહ્યું છે, જે લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સની ખરીદી કિંમત કરતા ઘણું વધારે છે.



