મહર્ષિ સ્થાપિત આર્યસમાજ સંસ્થા ધબકે છે. એ સ્થળે સદી પુરાણો મજબુત ટાવર અડીખમ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.3
રજવાડા વખતે મોરબી અને ટંકારાના રાજવી એક જ હતા. સંયુકત સ્ટેટ એક હોવાથી રાજવી પરીવાર નો કાયમી વસવાટ આમ તો મોરબી રહેતો.હતો. પરંતુ ટંકારા પણ સ્ટેટ નુ મુખ્ય મથક હોવાથી સમયે સમયે રાજવી પરીવારો અહીંયા મહેલમા પણ રોકાણ કરવા આવતા રહેતા હતા. ટંકારા મા નગર ની વચ્ચોવચ આવેલા દરબારગઢ ચોક મા રાજાધિરાજનો રાજ મહેલ ની પછવાડે ડેમી નદી અને આગળ ની સાઈડ શહેરની મુખ્ય બજાર મા એટલે કે દરબારગઢ ચોક તરફ હતી. રજવાડી મહેલના મુખ્ય પ્રવેશદ્વાર ની શોભા મા વધારો કરવા ખાસ મેઈન એન્ટ્રીગેટ ઉપર જ બહાર થી ખાસ કડીયાઓ તેડાવી પ્રવેશદ્વાર ની શોભા અને શાન વધારવા માટે આખા નગર ને દુર થી પણ દેખાઈ એવો ગગનચુંબી ટાવર આજથી એકસો વર્ષ પૂર્વે રજવાડા દ્વારા બાંધવામા આવ્યો હતો. ટાવર મા આખા નગર ને સમય દર્શાવવા સાથે દર કલાકે સમય ના ડંકા સંભળાય એવી મસમોટી કલાત્મક ઝરૂખાવાળી ઘડીયાળ ફીટ કરવામાં આવી હતી. મહેલના મુખ્ય દ્વાર ઉપર મહારાણી અને મહારાજા પોતાના કક્ષમાથી પણ સમય જોઈ શકે એવી રીતે ટાવરની ગોઠવણ કરવામાં આવી હતી. મહારાણી સાહેબને મહારાજાના કક્ષમા જવા માટે નક્કી થયેલા સમયે જતા પૂર્વે ટાવર નો સમય અને ઘડીયાળ ના ડંકા સમય નુ ટાણુ સાચવવા ઉપયોગી રહેતા હોવાનુ કહેવાય છે. એવુ માનવામાં આવે છે કે, રાજા-રાણી બંને મહેલના ઝરૂખેથી નદીના શાંત અને ખળખળ વહેતા નીર અને નદીના પાણીમા વિહરતા જળચર જીવોને નિહાળી રમણીય પળો માણવા માટે પણ સમય નિશ્ચિત રહેતો.
- Advertisement -
રજવાડા વખતે મહારાજા સમયના પાકા હોય નિશ્ર્ચિત સમયે પોતાની રૈયત (પ્રજાજનો) ને તેમજ કારભારી અને પોતાના અંગત પહેરેદારો, સુબેદાર, દરવાન સહિત નાના મા નાના માણસને પણ નિયમિત મળતા અને નગર ની રૈયત ની સુખ-દુ:ખ ની સંભાળ પ઼જાવત્સલ મહારાજા ખાસ રાખતા અને નગર ની ચહલ-પહલ નજરે નિહાળવા મહારાજાએ દરબારગઢ ચોકમા વચ્ચોવચ ઉંચો કોઠો બંધાવ્યો હતો. કોઠામા બેસીને નગરચર્યા જોવા ઉપરાંત નગરના પ્રતિષ્ઠિત લોકો સાથે બેઠક યોજી હાલહવાલ જાણતા રહેતા હતા. એ વખતે પણ લોકોને સમય ના તાલે હાલવા ટહેલવા કામકાજ કરવા સલાહ સુચના આપતા. સમય વિતતા એક સમયે રાજવી પેલેસમા જયા ચહલ પહલ ધમધમતી નોકર-ચાકર, દાસ-દાસી, રસોઈયા, સંત્રી, પ઼ધાન, સેવકો સાથે બહારથી ચકલુ ન ફરકે ઍવો કડક ચોકી પહેરો હતો ઍ રજવાડી મહેલ 1959 મા પોરબંદરના નગરશેઠ નાનજી કાલીદાસે સવાલાખ રૂ.મા વેચાણ લઈ વૈદિક ધર્મના પ્રચાર પ્રસારનુ કાર્ય કરતા આર્યસમાજ ને ભેટ ધરતા હાલ મહર્ષિ દયાનંદ સ્મારક ભવનમા આર્ય ગુરૂકુળ ધમધમે છે. મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્થાપિત આર્યસમાજ મા દરરોજ વહેલી સવારે અને સંધ્યા ટાણે દૈનિક યજ્ઞ થાય છે.હાલ અહી દેશના જુદા જુદા પ્રાંતના લગભગ 175 જેટલા વિધાર્થીઓ અહી વિધાભ્યાસ કરી રહ્યા છે. તમામ છાત્રો અહી રજવાડા મહેલના જુદા જુદા કક્ષમા નિવાસ કરી રહ્યા છે. અહી જયા રજવાડુ ટહેલતુ એ મહેલમા હાલ નિત્ય વૈદિક મંત્રોચ્ચાર ગુંજે છે. એ આર્યસમાજ ઉપર આજે પણ મુખ્ય પ્રવેશદ્વાર ઉપર રજવાડા ની દેન થી બાંધવામાં આવેલ ટાવર યથાવત છે. આર્યસમાજ ટ્રસ્ટ દ્વારા ટાવર અને ઘડીયાળ ની મરામત જાળવણી કરવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા લાંબા સમયથી ટાવરના ડંકા લોકોને સંભળાયા નથી અને માવજત મરામત અને ઉત્તમ કારીગર ના અભાવે સમય નુ લોલક પણ થંભી ગયુ છે. પરંતુ સદી પુરાણો ટાવર આજે પણ દયાનંદ નગરીની આન બાન શાન ગણાય છે.



