સમાજના કામો તેમજ આયોજનો અંગે આર્થિક સહયોગ આપનાર આગેવાનોનો સન્માન કાર્યક્રમ યોજાયો
ખાસ-ખબર ન્યૂઝ ઉપલેટા
ઉપલેટા શહેરમાં લોહાણા મહાજન સમાજ દ્વારા પૂજ્ય જલારામ બાપાની 226 મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દર વર્ષે જલારામ જયંતી નિમિત્તે શહેરના મુખ્ય માર્ગો ઉપરથી ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવે છે પરંતુ આ વખતે વરસાદી વાતાવરણ હોવાના કારણે દર વર્ષે નીકળતી શોભાયાત્રા ને રદ કરવામાં આવી હતી.
- Advertisement -
ત્યારે આ જલારામ જયંતિની 226 મી જન્મ જયંતી નિમિત્તે બ્રહ્મ સમાજ ખાતે લોહાણા મહાજન સમાજના સૌ કોઈ જ્ઞાતિજનો એકત્રિત થયા હતા અને જલારામ બાપાની જયંતિ નિમિત્તે રાત્રિ દરમિયાન મહિલાઓ તેમજ પુરુષો દ્વારા કેન્ડલ આરતી યોજવામાં આવી હતી અને બાદમાં ભોજન પ્રસાદની પણ વિશેષ રૂપે વ્યવસ્થા રાખવામાં આવી હતી.
ઉપલેટામાં જલારામ જયંતી નિમિત્તે લોહાણા મહાજન સમાજના દંપતીઓ દ્વારા વિધિવત રીતે સવારથી જલારામ જયંતીની ઉજવણી સાથે શાસ્ત્રોક્ત વિધિવત રીતે જલારામ બાપાની પૂજા વિધિ કરવામાં આવી હતી.
ત્યારબાદ લોહાણા મહાજન સમાજ ખાતે જલારામ જયંતી નિમિત્તે ધૂન મંડળી દ્વારા રામધૂન પણ બોલાવવામાં આવી હતી અને રાત્રિ દરમિયાન ઉપલેટા શહેરના બ્રહ્મ સમાજ ખાતે લોહાણા મહાજન સમાજના મહિલાઓ તેમજ પુરુષોએ એકત્રિત થઈ જલારામ બાપાની મૂર્તિને મીઠાઈ તેમજ ફરસાણ અને કેકનો અનકોટ ભર્યો હતો અને સાથે જ ઉપસ્થિત સૌ કોઈ લોકોએ અન્નકૂટના દર્શન પણ કર્યા અને સમાજના આગામી કામો તેમ જ કાર્યક્રમમાં દાતાઓ તેમજ સહયોગીઓ દ્વારા આપવામાં આવેલ આર્થિક સહયોગ બદલ દાતાઓનો તેમજ આગેવાનોનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત જ્ઞાતિજનો તેમજ મહેમાનો માટે લોહાણા મહાજન સમાજ દ્વારા વિશેષ રૂપે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
- Advertisement -
જેનો લાભ અને અન્નકૂટના દર્શન તેમજ જલારામ જયંતીની આ ઉજવણીમાં સામેલ થવા માટે પહોળી સંખ્યામાં ભક્તો શ્રદ્ધાળુ અને જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા તેઓ ઉપલેટા લોહાણા મહાજન સમાજના પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈએ તેમની યાદીમાં જણાવ્યું છે.



 
                                 
                              
        

 
         
         
        