ટ્રમ્પ અને જિનપિંગ છ વર્ષ પછી મળ્યા
ટ્રમ્પે ફેન્ટાનાઇલ પર 10% ટેરિફ ઘટાડ્યો: બદલામાં સોયાબીન ખરીદવા રાજી થયા જિનપિંગ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
દક્ષિણ કોરિયાના બુસાન એરપોર્ટ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી બેઠકમાં વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. જોકે, તેના પર હજુ સુધી હસ્તાક્ષર થવાના બાકી છે.
ટ્રમ્પે દક્ષિણ કોરિયાથી અમેરિકા જતા વિમાનમાં પત્રકારો સાથે આ માહિતી શેર કરી. તેમણે ચીન પર 10% ટેરિફ ઘટાડવાની પણ જાહેરાત કરી. બદલામાં, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અમેરિકા પાસેથી મોટી માત્રામાં સોયાબીન ખરીદવા રાજી થયા છે. ટ્રમ્પે કહ્યું, મેં ફેન્ટાનાઇલને કારણે ચીન પર 20% ટેરિફ લાદ્યો હતો, જે ખૂબ જ વધારે હતો, પરંતુ મેં હવે તેમાં 10% ઘટાડો કર્યો છે. આ તાત્કાલિક અમલમાં આવશે. ગુરુવારે દક્ષિણ કોરિયાના બુસાનમાં બંને નેતાઓએ 100 મિનિટની મુલાકાત કરી હતી. તેમના વ્યસ્ત સમયપત્રકને કારણે, બંને નેતાઓ બુસાન એરપોર્ટ પર મળ્યા હતા.
ટ્રમ્પ અને શી જિનપિંગ છ વર્ષ પછી મળ્યા. છેલ્લી વખત તેઓ 2019માં મળ્યા હતા. બેઠક પહેલા ટ્રમ્પે કહ્યું હતું કે આજે ચીન સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે.
બેઠક દરમિયાન ટ્રમ્પ અને શી જિનપિંગે હાથ મિલાવીને એકબીજાનું અભિવાદનું કર્યું હતું. બેઠક દરમિયાન ટ્રમ્પે કહ્યું કે તેમની બેઠક ખૂબ જ સફળ રહેશે, મને આમાં કોઈ શંકા નથી.
તેમણે આગળ કહ્યું, શી (ચીની રાષ્ટ્રપતિ) ખૂબ જ કઠોર વાટાઘાટકાર છે, જે સારું નથી. અમે એકબીજાને ખૂબ સારી રીતે જાણીએ છીએ.
- Advertisement -
શી જિનપિંગે કહ્યું, અમે કોઈ પણ દેશને પડકારવાનો પ્રયાસ કર્યો નથી
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે ચીનનો આર્થિક વિકાસ ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે સહયોગ વધારવા માટે નવી તકો ઉભી કરશે. આ માહિતી ચીનની સરકારી સમાચાર એજન્સી, શિન્હુઆ દ્વારા આપવામાં આવી છે. જિનપિંગે કહ્યું, અમે ક્યારેય કોઈ દેશને પડકારવાનો કે બદલવાનો પ્રયાસ કર્યો નથી. અમે હંમેશા અમારા કાર્યને સુધારવા અને વિશ્ર્વભરના અન્ય દેશો સાથે વિકાસની તકો વહેંચવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ ચીનની સફળતાની ચાવી રહી છે. તેમણે કહ્યું કે ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર સકારાત્મક વાતચીત ચાલુ રાખવી જોઈએ અને સંયુક્ત રીતે એવા પગલાં લેવા જોઈએ જેનાથી બંને દેશો અને વિશ્ર્વને ફાયદો થાય.
જિનપિંગે એમ પણ કહ્યું કે જ્યારે ચીન અઙઊઈ બેઠકનું આયોજન કરે છે અને યુનાઇટેડ સ્ટેટ્સ આવતા વર્ષે ૠ20 સમિટનું આયોજન કરે છે, ત્યારે બંને દેશોએ એકબીજાને ટેકો આપવો જોઈએ અને સાથે મળીને કામ કરવું જોઈએ.



 
                                 
                              
        

 
         
         
        