રોહિત શર્માએ 38 વર્ષની ઉંમરે તાજેતરની ICC ODI રેન્કિંગમાં વિશ્વનો નંબર 1 બેટર બનીને ઈતિહાસ રચ્યો છે. ભારતીય ઓપનર ટીમના સાથી અને ODI કેપ્ટન શુભમન ગિલ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની શ્રેણીમાં પ્રભાવશાળી પ્રદર્શનને પગલે ટોચના સ્થાને ફરી રહ્યો છે.
ICCએ રેન્કિંગ અપડેટ કરતાં, રોહિત શર્માએ વિશ્વના નવા નંબર-1 ODI બેટરનું સ્થાન મેળવ્યું છે. અગાઉ આ સ્થાન પર રહેલા શુભમન ગિલ હવે ત્રીજા ક્રમે પહોંચી ગયો છે. રોહિતે ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સીરિઝમાં કરેલા શાનદાર પ્રદર્શનને કારણે આ ફેરફાર થયો છે. આ પ્રદર્શનમાં બીજી વન-ડેમાં 73 રનની ફિફ્ટી અને ત્રીજી મેચમાં 121 રનની અણનમ ઇનિંગ્સ સામેલ છે. તેના આ પ્રદર્શન માટે તેને ત્રીજી મેચના અને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
38 વર્ષીય રોહિત શર્મા ICC વન-ડે રેન્કિંગમાં બન્યો નંબર 1
ICCએ બુધવાર, 29 ઓક્ટોબરના રોજ પોતાની રેન્કિંગ અપડેટ કરી છે. આ અપડેટમાં, રોહિત શર્મા 781 રેટિંગ પોઈન્ટ સાથે 2 સ્થાનની છલાંગ લગાવીને ODI બેટરની લિસ્ટમાં નંબર-1 પર આવી ગયો છે. આ સાથે, 745 રેટિંગ ધરાવતો શુભમન ગિલ હવે ત્રીજા નંબર પર પહોંચી ગયો છે, જ્યારે અફઘાનિસ્તાનનો ઈબ્રાહિમ ઝાદરાન 764 રેટિંગ સાથે બીજા સ્થાન પર છે.
વિરાટ કોહલીને થયું નુકસાન
- Advertisement -
ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડેમાં, વિરાટ કોહલીએ રોહિત શર્મા સાથે અણનમ 168 રનની ભાગીદારી કરીને ભારતને 9 વિકેટે વિજય અપાવ્યો હતો. આ મેચમાં કોહલીએ 81 બોલમાં 74 રનની ઇનિંગ રમી હતી. જોકે, આ પ્રદર્શન છતાં, ICC રેન્કિંગમાં તેને નુકસાન થયું, જેનું કારણ એ હતું કે આ મેચ પહેલાની બે વન-ડેમાં વિરાટ કોહલી સતત ‘ડક’ (ઝીરો) પર આઉટ થયો હતો. નોંધનીય છે કે, ઇતિહાસમાં પહેલીવાર વિરાટ કોહલી બે વન-ડેમાં સતત ઝીરો પર આઉટ થયો હોય.
ODI બેટિંગ રેન્કિંગમાં વિરાટ કોહલીને 1 સ્થાનનું નુકસાન થયું છે, તે 5મા ક્રમ પરથી 6ઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે અને તેના 725 રેટિંગ પોઈન્ટ છે. આ અપડેટમાં ટોપ-10 વન-ડે બેટરમાં કુલ ચાર ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે, જેમાં રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલી ઉપરાંત ચોથો ખેલાડી શ્રેયસ ઐય્યર છે.
ICCની તાજેતરની રેન્કિંગ મુજબ, શ્રેયસ ઐય્યરને પણ એક સ્થાનનો ફાયદો થયો છે, તે 700 રેટિંગ સાથે 10મા પરથી 9મા નંબર પર આવ્યો છે. જોકે, ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી મેચમાં ફિલ્ડિંગ દરમિયાન તેને ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. હાલમાં તે હોસ્પિટલમાં જ છે, પરંતુ તેના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી રહ્યો છે.




 
                                 
                              
        

 
         
         
        