નગરપાલિકા પ્રમુખ ફોરમબેન રાવલ, મામલતદાર એ.પી.ભટ્ટ, PI ડી વી.કાનાણી, પાલીકા સદસ્યોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.29
હળવદ મામલતદાર ઓફિસ પોલીસ સ્ટેશન તાલુકા પંચાયત સહિતની કચેરીએ જવામાં શહેરીજનોને ભારે હાલાકી ભોગવી પડતી હતી. જેને ધ્યાન લોકોની સુવિધા માટે હળવદ નગરપાલિકા દ્વારા અંદાજીત 20 લાખના ખર્ચે નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
હળવદ ત્રણ રસ્તા થી મામલતદાર કચેરી,પોલીસ સ્ટેશન થઈ તાલુકા પંચાયત સુધી ની સરકારી ઓફિસ કે જગ્યા પર હળવદ તાલુકાના સૌવ નાગરિકો રોજબરોજ ની કામગીરી સબબ આવતા હોય છે તે રસ્તા નું આવનાર સમય મા નવીનીકરણ અંતર્ગત આજ રોજ નગર પાલિકા ના પ્રમુખ ફોરમબેન વિશાલભાઈ રાવલ તથા મામલતદાર એ પી ભટ્ટ પીઆઈ ડી.વી કાનાણી દ્વારા ખામ ખાતમુહૂર્ત કરવા મા આવ્યું હતું.
આ કાર્યક્રમ મા મામલતદાર એ.પી. ભટ્ટ, પોલિશ ઇન્સ્પેકટર ડી.વી.કાનાણી,ટી ડી ઓ ગઢવી તેમજ નગર પાલિકા ના ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન તથા તમામ સદસ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
સમગ્ર આયોજન હળવદ નગરપાલિકા ચીફ ઓફિસર તુષાર ઝાલરિયા દ્વારા કરવા મા આવ્યું હતું.



