800 લિટર દેશી દારૂનો આથો કિંમત 20,000 રૂપિયાનો જપ્ત કરાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.28
ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામે દેશી દારૂની ભઠ્ઠી પર સ્થાનિક પોલિસે દરોડો કરી 800 લિટર દેશી દારૂનો આથો જપ્ત કર્યો હતો. જ્યારે દારૂની ભઠ્ઠી ચલાવનાર ઇશમ હાજર નહીં મળી આવતા ગુન્હો નોંધાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકાનું રાજપર ગામ દેશી દારૂનું પીઠું ગણવામાં આવે છે અહીં એક, બે નહીં પણ આઠથી દસ જેટલી દેશી દારૂ બનાવવાની મીની ફેક્ટરી ચાલતી હોવાથી વારંવાર સ્થાનિક પોલીસ અને જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ દરોડા કરી કાર્યવાહી છતાં પણ દેશી દારૂની ભઠ્ઠી બંધ થતી નથી તેવામાં ફરી એક વખત ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના સ્ટાફને રાજપર ગામે સીમ વિસ્તારમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી અંગે માહિતી મળતા પીએસઆઇ એમ.બી. વિરજા, વિક્રમભાઈ રબારી, વિભાભાઈ ઘેડ, પ્રતાપભાઇ ખુંટી, નરેશભાઈ ભોજીયા સહિતના સ્ટાફે દરોડો કરી 800 લિટર દેશી દારૂ બનાવવાનો આથો (કિંમત 20,000 રૂપિયાનો) જપ્ત કરી દેશી દારૂની ભઠ્ઠી ચલાવનાર હજાર નહીં મળી આવેલ ધનજીભાઈ ગોરધનભાઈ ઠાકોર (રહે: રાજપર) વાળા વિરુધ ધ્રાંગધ્રા પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



