રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પુત્રી રાહા સાથે દિવાળીના દિવસે નવા ઘરમાં શિફ્ટ થવાના છે. ઘણા મહિનાઓથી આ ઘરમાં કામ ચાલીરહ્યું હતું અને તેઓ નવા ઘરમાં ગૃહપ્રવેશની તૈયારી કરી રહ્યા છે. તેઓ પોતાના આ નવા બંગલામાં દિવાળીના શુભ તહેવારની ઊજવણી કરશે. અત્યાર સુધીમાં ફિલ્મઇન્ડસ્ટ્રીનો આ સૌથી મોંઘો બંગલો માનવામાં આવી રહ્યો છે. જેમાં રણબીર અને તેના પરિવાર સાથે માતા નીતુ કપૂર પણ શિફ્ટ થવાની છે.
નવા ઘરમાં પ્રવેશતા પહેલા આલિયા અને રણબીર કપૂરે મીડિયાકર્મીઓને એક પત્ર પાઠવ્યો છે. જેમાં તેમણે લખ્યુ હતું કે, દિવાળીનો તહેવાર શુભ દિવસહોય છે. આ જ દિવસે અમે અમારા નવા ઘરમાં પ્રવેશ કરવામાં છે. અમે ઇચ્છીએ છીએ કે પહેલાની જેમ આ વખતે પણ તમે અમારી પ્રાઇવસી જાળવી રાખશો તેમજ અમારા પડોશીઓને પણ ખલેલ ન પડે તેની તકેદારી રાખશો. અંતે આલિયાઅને રણવીરની ટીમએ દરેકને દિવાળીની શુભેચ્છા આપી હતી.