ખાસ-ખબર ન્યૂઝ મોસ્કો, તા.18
બેલ્જિયમની એન્ટવર્પ કોર્ટે ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીને ભારત પ્રત્યાર્પણ કરવા અંગે પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ચોક્સીના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી છે. કોર્ટે જણાવ્યું હતું કે ભારતની વિનંતીના આધારે બેલ્જિયમ પોલીસ દ્વારા કરવામાં આવેલી ધરપકડ માન્ય છે. જોકે, ચોક્સી પાસે હજુ પણ એન્ટવર્પ કોર્ટના નિર્ણય સામે ઉચ્ચ અદાલતમાં અપીલ કરવાની તક છે. તેથી, તેને તાત્કાલિક ભારત લાવવામાં આવશે નહીં, પરંતુ આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
કોર્ટે સૌપ્રથમ બંને પક્ષો બેલ્જિયમના ફરિયાદ પક્ષ (ભારતનું પ્રતિનિધિત્વ કરતા) અને ચોક્સીના વકીલોની દલીલો સાંભળી. ત્યારબાદ તેણે ભારત પ્રત્યાર્પણની તરફેણમાં ચુકાદો આપ્યો. ચોક્સીની 11 એપ્રિલ, 2025ના રોજ એન્ટવર્પ પોલીસે ધરપકડ કરી હતી અને તે છેલ્લા ચાર મહિનાથી જેલમાં છે. બેલ્જિયમની વિવિધ અદાલતો દ્વારા તેની જામીન અરજીઓ ઘણી વખત નકારી કાઢવામાં આવી છે.
ભારતમાં ચોક્સી પર છેતરપિંડી, કાવતરું, પુરાવાનો નાશ અને ભ્રષ્ટાચાર સહિતના અનેક ગંભીર આરોપો છે. તેના પર ભારતીય દંડ સંહિતાની કલમ 120ઇ, 201, 409, 420 અને 477અ તેમજ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 અને 13 હેઠળ આરોપ મૂકવામાં આવ્યા છે. આ ગુનાઓ બેલ્જિયમના કાયદા હેઠળ પણ સજાપાત્ર છે, આમ બેવડી ગુનાહિતતાની જરૂૂરિયાતને પૂર્ણ કરે છે.
- Advertisement -
ભારતે બેલ્જિયમને ખાતરી આપી છે કે ચોક્સીનું પ્રત્યાર્પણ ઞગઝઘઈ અને ઞગઈઅઈ (આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી અને સંગઠિત અપરાધ સંધિઓ) પર આધારિત હશે. પુરાવા રજૂ કરવા અને યુરોપિયન ખાનગી કાયદાકીય પેઢી સાથે વાતચીત કરવા માટે ઈઇઈંની એક ટીમે ત્રણ વખત બેલ્જિયમની મુલાકાત લીધી હતી. ભારતે બેલ્જિયમને ખાતરી આપી છે કે ચોક્સીને પ્રત્યાર્પણ પછી મુંબઈની આર્થર રોડ જેલના બેરેક નંબર 12માં રાખવામાં આવશે.