ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.18
તાલાલા તાલુકાનાં આંકોલવાડી ગીર ગામે પધારેલ વિકાસ રથયાત્રા ને સરપંચ સેજલબેન વઘાસિયા,તાલુકા પંચાયત સદસ્ય અલ્પાબેન વઘાસિયા એ ઉમળકાભેર આવકારી સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે યોજાયેલ એક કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછારે આંકોલવાડી ગીર જીલ્લા પંચાયત મત વિસ્તારમાં આવતાં વિવિધ ગામડામાં રૂ.121 લાખના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા વિકાસ અધિકારી રીઝવાનભાઈ કોંઢીયા,તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ અકબરી,ભાજપના વરિષ્ઠ અગ્રણી ડો.ગોપાલભાઈ હડીયા એ પ્રાસંગિક પ્રવચન દરમ્યાન તાલાલા પંથકમાં થયેલ લોક સુખાકારીના કામો તથા વિકાસ સપ્તાહ ઉજવણી ની વિસ્તૃત વિગતોથી સૌને અવગત કર્યા હતા.અંતમા તલાટી કમ મંત્રી ચેતનભાઈ કાતરીયા એ આભાર દર્શન કરી કાર્યક્રમ નું સમાપન કર્યું હતું.
આંકોલવાડી ગીર વિસ્તારમાં 121 લાખના વિકાસના કામોનું લોકાર્પણ
