બધાની નજર બંને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટનોના પ્રદર્શન પર રહેશે : રોહિત અને કોહલીના નામે અનેક રેકોર્ડ બનશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યા પછી, ભારતીય ટીમ હવે કાંગારૂઓના ગૌરવને તોડવા માટે ઓસ્ટ્રેલિયા પહોંચી છે. આ પ્રવાસ શુભમન ગિલ માટે ઘઉઈં કેપ્ટન તરીકે એક નવી શરૂઆત હશે. જોકે, આ શ્રેણીમાં બધાની નજર બે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન, રોહિત શર્મા અને વિરાટ કોહલીના પ્રદર્શન પર રહેશે.
આ બંને અનુભવી ખેલાડીઓ સાત મહિના પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે. પહેલી મેચ રવિવારથી પર્થમાં શરૂ થશે. માર્ચમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમને વિજય અપાવ્યા બાદ આ તેમની પહેલી શ્રેણી હશે. બંને ઘણા રેકોર્ડ તોડવાનો પ્રયાસ કરશે. એવી અટકળો છે કે, આ તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય શ્રેણી હોઈ શકે છે. જોકે, રોહિત અને વિરાટ 2027ના ODI વર્લ્ડ કપ સુધી રમવા માંગે છે. બંનેએ ઝ20 અને ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. હવે તેઓ ફક્ત એક જ ફોર્મેટ, ઘઉઈં રમે છે. આજકાલ ODI ક્રિકેટ ખૂબ જ ભાગ્યે જ રમાય છે. ભારતે ઘઉઈં વર્લ્ડ કપ સુધી લગભગ 24 ઘઉઈં રમવાની છે. તે શ્રેણીમાં તેમની ભાગીદારી તે સમયે તેમના ફોર્મ અને ફિટનેસ પર નિર્ભર રહેશે. ગુરુવારે પર્થ પહોંચતાની સાથે જ કોહલી અને રોહિતે સાથે બેટિંગનો અભ્યાસ કર્યો. ટીમે પહેલા તાલીમ સત્ર દરમિયાન નેટ્સમાં પરસેવો પાડ્યો. રોહિત અને કોહલીએ નેટ્સમાં 30 મિનિટ સુધી બેટિંગ કરી. નેટ્સમાં સમય વિતાવ્યા બાદ રોહિત મુખ્ય કોચ ગૌતમ ગંભીર સાથે લાંબી વાતચીત કરતો પણ જોવા મળ્યો.
નેટ સત્ર પછી, કોહલી બોલિંગ કોચ મોર્ને મોર્કલ સાથે વાત કરતો જોવા મળ્યો. આ પછી, તેણે ઝડપી બોલર અર્શદીપ સાથે પણ વાત કરી.
ટીમનું શુક્રવાર અને શનિવારે તાલીમ સત્ર છે. ટીમ બુધવાર અને ગુરુવારે બે ગ્રુપ માં પહોંચી હતી.
- Advertisement -
રવિવારે પર્થમાં ઉતરતાની સાથે જ રોહિત આ એલિટ ક્લબમાં જોડાશે. શ્રેણીની પહેલી મેચ તેની કારકિર્દીની 500મી આંતરરાષ્ટ્રીય મેચ હશે. તે આ સિદ્ધિ મેળવનાર પાંચમો ભારતીય બનશે. તે સચિન (664), કોહલી (550), ધોની (535) અને (504) જેવા ખેલાડીઓમાં જોડાશે. જો વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારવામાં સફળ થાય છે, તો તે મહાન સચિન તેંડુલકર (9) ના ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ સદીઓના ભારતીય રેકોર્ડની બરાબરી કરશે. કોહલીએ અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા સામે 50 મેચોમાં 54.46 ની સરેરાશથી 2451 રન બનાવ્યા છે. જો તે બે સદી ફટકારે છે, તો તે સચિનને પાછળ છોડી દેશે.
વધુમાં, વિરાટ પાસે આ પ્રવાસ પર મર્યાદિત ઓવરના ક્રિકેટ (ODI અને G20)માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનવાની પણ તક છે. તેણે બંને ફોર્મેટમાં કુલ 18369 રન બનાવ્યા છે. જો તે 67 રન બનાવે છે, તો તે સચિનનો રેકોર્ડ (18436) તોડી નાખશે. કોહલીએ આ સિઝનમાં સાત મેચોમાં 45.83 ની સરેરાશથી 275 રન બનાવ્યા છે, જેમાં એક સદીનો સમાવેશ થાય છે.
હિટમેન પાસે સિક્સર કિંગ બનવાની સુવર્ણ તક
હિટમેન રોહિત પાસે વનડેમાં સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડી બનવાની તક છે. 38 વર્ષીય ભારતીય ઓપનર 273 મેચમાં 344 છગ્ગા મારી ચૂક્યો છે. જો તે આઠ છગ્ગા મારે છે, તો તે પાકિસ્તાનના શાહિદ આફ્રિદીનો 10 વર્ષ જૂનો રેકોર્ડ (1996-2015માં 351 છગ્ગા) તોડી નાખશે. વેસ્ટ ઈન્ડિઝનો ક્રિસ ગેલ (331) 300ના આંકડા સુધી પહોંચનાર ત્રીજો બેટ્સમેન છે. રોહિત શર્મા પાસે ભારત માટે વનડેમાં ત્રીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનવાની પણ તક છે. તેને આ સિદ્ધિ મેળવવા માટે ફક્ત 54 રનની જરૂર છે. તેણે 48.76 ની સરેરાશથી 11,168 રન બનાવ્યા છે અને 32 સદી પણ ફટકારી છે. 54 રન બનાવતાની સાથે જ તે સૌરવ ગાંગુલી (11,221)ને પાછળ છોડી દેશે. ફક્ત સચિન તેંડુલકર અને કોહલી જ તેનાથી આગળ રહેશે.