દિવાળી ટાણે જ સોખડા પાસે દારૂ ઉપર રોડરોલર ફેરવી દીધું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં દારૂના ધંધાર્થી ઉપર પોલીસ રીતસરની ધોંસ બોલાવી રહી છે ત્યારે શહેર પોલીસે 167 કેસમાં પકડેલા 1,65,19,473 રૂપિયાના દારૂ-બિયરના જથ્થા ઉપર રોડરોલર ફેરવી દઈ નાશ કરવામાં આવ્યો છે દિવાળી પર્વ ટાણે જ સોખડા અને નાકરાવાડી વચ્ચે સરકારી ખરાબામાં તમામ જથ્થા ઉપર રોડરોલર ફેરવી દીધું છે.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાની આગેવાનીમાં શહેર પોલીસ દારૂના સતત દરોડા પાડી બુટલેગરો ઉપર ધોંસ બોલાવી રહી છે ત્યારે રાજકોટ શહેરના ઝોન 1, ઝોન 2 અને ડીસીબી પોલીસ દ્વારા એક વર્ષમાં 167 કેસો કરી 1.65 કરોડનો દારૂ-બિયરનો જથ્થો પકડવામાં આવ્યો હતો આજે નિયમ મુજબ સોખડા અને નાકરાવાડી વચ્ચે સરકારી ખરાબમાં આ તમામ દારૂના જથ્થા ઉપર રોડરોલર ફેરવી દઈ નાશ કરવામાં આવ્યો હતો પકડાયેલા દારૂમાં ઝોન 1ના 64 કેસમાં 67,06,684 રૂપિયાની કિંમતની 16,291 બોટલ, ઝોન 2 દ્વારા 79 કેસમાં 54,08,355 રૂપિયાની કિંમતની 10,877 બોટલ અને ક્રાઇમ દ્વારા 24 કેસમાં 44,04,434 રૂપિયાની કિંમતની 16,155 બોટલનો સમાવેશ થાય છે આમ તમામ 43,323 બોટલ ઉપર રોડરોલર ફેરવી દઈ નાશ કરવામાં આવ્યો છે.