પૂરા દેશ માટે આજે ઐતિહાસીક દિવસ : પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું કે હવે અભિયાનનું આગામી ચરણ દક્ષિણ બસ્તર
છત્તીસગઢમાં આજે કુલ 208 નક્સલવાદીઓએ શસ્ત્રો નીચે મૂક્યા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોટાભાગના અબુઝહમદને નક્સલી પ્રભાવથી મુક્ત કરવામાં આવ્યા છે, જેનાથી ઉત્તર બસ્તર ક્ષેત્રમાં દાયકાઓથી ચાલી રહેલા લાલ આતંકનો અંત આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આત્મસમર્પણ કરાયેલા જૂથમાં 110 મહિલાઓ અને 98 પુરુષોનો સમાવેશ થાય છે, જેઓ પ્રતિબંધિત CPI (માઓવાદી) સંગઠનના વિવિધ રેન્કનું પ્રતિનિધિત્વ કરે છે. માઓવાદીઓએ 153 હથિયારો સમર્પણ કર્યા, જેમાં 19 એકે-47 રાઇફલ્સ અને 17 એસએલઆર રાઇફલ્સનો સમાવેશ થાય છે.
- Advertisement -
છતીસગઢના દંડકારણ્ય ક્ષેત્રમાં આજે 200 જેટલા નકસલીઓએ સુરક્ષા દળો સામે આત્મ સમર્પણ કરી મુખ્ય ધારામાં સામેલ થયા હતા. જેમાં 98 પુરૂષ અને 110 મહિલાઓનો સમાવેશ થાય છે. બધા 208 નકસલીઓએ 153 હથીયારો સાથે શરણાગતિ સ્વીકારી છે. આ કારણે થયેલા નકસલીઓને સરકારની પુનર્વાસ યોજનાનો લાભ મળશે આ સાથે જ અબુઝમાદનો મોટો ભાગ નકસલી અસરથી મુકત થઈ જશે અને મોટી સંખ્યામાં નકસલીઓના સરેન્ડર બાદ માનવામાં આવે છે કે ઉતરી બસ્તરમાં ઘણી હદ સુધી લાલ આતંકનો અંત આવી જશે, હવે માત્ર દક્ષિણી બસ્તર જ બાકી છે.
આત્મ સમર્પણ દરમિયાન કુલ 153 હથીયારો પણ નકસલીઓએ અધિકારીઓને સોંપ્યા હતા. આ હથીયારોમાં 19 એક 47 રાઈફલ, 17 એસએલઆર રાઈફલ, 23 ઈસાસ રાઈફલ, 1 ઈન્સાસ એલએમજી, આ ઉપરાંત રાઈફલ, કાર્બાઈન, બીજીએલ લોન્ચર, બોર/સિંગલ શોટ ગન એ પિસ્તોલ સામેલ છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું કે હવે અભિયાનનું આગામી ચરણ દક્ષિણ બસ્તર છે જેથી પુરૂ છતીસગઢ લાલ આતંકથી મુકત કરાશે. મુખ્યમંત્રી, વિષ્ણુ દેવ સામે કહ્યું હતું કે છત્તીસગઢ જ નહીં પૂરા દેશ માટે આજે ઐતિહાસીક દિવસ છે. આજે મોટી સંખ્યામાં નકસલીઓને આપણા બંધારણમાં વિશ્વાસ કરીને વિકાસની ધારામાં જોડાયા છે ત્યારે તેમનું સ્વાગત છે.